'સુધરી જાઓ નહીંતર સુધારી દેવામાં આવશે': મહાદેવ એપ મામલે ફસાયેલા બોલીવુડ સ્ટાર્સ પર કંગનાએ સાધ્યુ નિશાન

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
'સુધરી જાઓ નહીંતર સુધારી દેવામાં આવશે': મહાદેવ એપ મામલે ફસાયેલા બોલીવુડ સ્ટાર્સ પર કંગનાએ સાધ્યુ નિશાન 1 - image


Image Source: Twitter&Instagram

- મહાદેવ એપ પર પોકર, ચાન્સ ગેમ્સ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, ક્રિકેટ અને કાર્ડ ગેમ જેવી અનેક ઓનલાઈન ગેમ પર સટ્ટો લગાવવામાં આવે છે

મુંબઈ, તા. 07 ઓક્ટોબર 2023, શનિવાર 

EDએ તાજેતરમાં જ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કૌભાંડની તપાસ હેઠળ બોલીવુડ એક્ટર રણબીર કપૂરને પૂછપરછ માટે સમન્સ પાવ્યુ હતું. આ મામલે અનેક બોલીવુડ સ્ટાર્સ EDના રડાર પર છે. તેમાં  રણબીર કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાન ઉપરાંત તેમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેક વગેરે પણ સામેલ છે. આ તમામ લોકો આ વર્ષે ફેબ્રુઆરીમાં મહાદેવ એપ મામલાનો મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્ન અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીની સક્સેસ પાર્ટીમાં સામેલ થવાના કારણે તપાસના દાયરામાં આવ્યા છે. બીજી તરફ હવે મહાદેવ એપ મામલે ફસાયેલા સેલેબ્સ પર કંગના રનૌતે નિશાન સાધ્યુ છે.

'સુધરી જાઓ નહીંતર સુધારી દેવામાં આવશે': મહાદેવ એપ મામલે ફસાયેલા બોલીવુડ સ્ટાર્સ પર કંગનાએ સાધ્યુ નિશાન 2 - image

મહાદેવ એપ મામલે ફસાયેલા સેલેબ્સ પર કંગનાએ નિશાન સાધ્યુ

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ મામલે પોસ્ટ કરી છે. પોતાની કન્ટ્રોવર્શિયલ કોમેન્ટને લઈને ફેમસ એક્ટ્રેસે એક ન્યૂઝનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, એન્ડોર્સમેન્ટ એક વર્ષમાં લગભગ 6 વખત મારી પાસે આવ્યા. દરેક વખતે તેમણે મને ખરીદવાની ઓફરમાં કરોડો રૂપિયા એડ કર્યા પરંતુ મેં દરેક વખતે મેં ના કહી. હવે જુઓ, ઈમાનદારી હવે માત્ર તમારા વિવેક માટે સારી નથી. આ નવું ભારત છે, સુધરી જાઓ નહીંતર સુધારી દેવામાં આવશે.

મહાદેવ એપ પર પોકર, ચાન્સ ગેમ્સ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, ક્રિકેટ અને કાર્ડ ગેમ જેવી અનેક ઓનલાઈન ગેમ પર સટ્ટો લગાવવામાં આવે છે. આ એપ દુબઈના સૌરભ ચંદ્રાકર અને રવિ ઉર્પલ ચલાવી રહ્યા હતા. સટ્ટાબાજી ત્યાં કાયદેસર છે પરંતુ ભારતમાં તે ગેરકાયદેસર છે.


Google NewsGoogle News