8 વર્ષ બાદ આર માધવન સાથે ફરી સ્ક્રિન શેર કરતી જોવા મળશે કંગના રનૌત

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
8 વર્ષ બાદ આર માધવન સાથે ફરી સ્ક્રિન શેર કરતી જોવા મળશે કંગના રનૌત 1 - image


નવી મુંબઇ,તા. 18 નવેમ્બર 2023, શનિવાર 

કંગના રનૌતની એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ તેજસ તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ઘણી આશાઓ હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ. તેજસના સુપર ફ્લોપ બાદ કંગનાએ ફરી એકવાર કામ કરવાનું શરૂ કર્યું છે પોતાની અપકમિંગ ફિલ્મને લઇને એકટ્રેસે એક પોસ્ટ શેર કરી છે.

કંગનાએ નવી ફિલ્મની જાહેરાત કરી

કંગનાએ X (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે, કંગનાએ તેની આગામી ફિલ્મનું શીર્ષક જાહેર કર્યું નથી. કંગનાએ શૂટિંગ સમયની એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “આજે ચેન્નાઈમાં અમે અમારી નવી ફિલ્મ, એક સાયકોલોજિકલ થ્રિલરનું શૂટિંગ શરૂ કર્યું છે. બાકીની વિગતો ટૂંક સમયમાં લાવશે. આ રોમાંચક સ્ક્રિપ્ટ માટે તમારા સપોર્ટ અને આશીર્વાદની જરૂર છે.

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મુહર્ત શોટની એક તસવીર પણ શેર કરતા લખ્યું કે, "આજથી શરુ થઇ રહેલી નવી સફર માટે અમને તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે." કંગનાએ એ પણ ખુલાસો કર્યો કે તે ડિરેક્ટર એએલ વિજય સાથે નવી ફિલ્મ કરી રહી છે.

આ સાથે કંગનાએ ડિરેક્ટર સાથે તેની તસવીર પણ શેર કરી છે. આ સાથે આર માધવને પોતાની જૂની તસવીર શેર કરતા લખ્યું કે, તે પાછો આવી ગયો છે.

8 વર્ષ બાદ આર માધવન સાથે ફરી સ્ક્રિન શેર કરતી જોવા મળશે કંગના રનૌત 2 - image

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના પોલિટિકલ ડ્રામા ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે જોવા મળશે. 'ઇમર્જન્સી' આવતા વર્ષે એટલે કે 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Google NewsGoogle News