CAA પર એક્ટ્રેસ કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, ઈન્સ્ટા પર 2014નો જૂનો વીડિયો કર્યો શેર
નવી દિલ્હી,તા. 12 માર્ચ 2024, મંગળવાર
1 માર્ચે સમગ્ર દેશમાં CAA લાગુ થયા બાદ અભિનેત્રી કંગના રનૌતે તેનો વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. અભિનેત્રીએ લોકોને તેના પર બોલતા પહેલા તેનો અર્થ જાણવાની સલાહ આપી છે.
એકટ્રેસે શેર કર્યો જૂનો વીડિયો
અભિનેત્રીએ પીએમ મોદીનો એક જૂનો વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'CAA વિશે તમે કોઈ પણ અભિપ્રાય બનાવો તે પહેલાં, તેનો અર્થ સમજી લો' .
કંગનાએ 2014નો એક જૂનો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં પીએમ મોદી CAA પાછળના વિચારો વિશે વાત કરી રહ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ CAA અંગે અવાજ ઉઠાવ્યો હોય. 2019 માં પણ, તેણે CAA વિરોધ પર બોલિવૂડ કલાકારોના કથિત મૌન પર નિશાન સાધ્યું હતું અને તેમને કાયર કહ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે, 'એક્ટર્સને પોતાની જાત પર શરમ આવવી જોઈએ. મને ખબર છે કે, બોલિવૂડ ડરપોકોથી ભરેલું છે. તેઓ દિવસમાં 20 વખત અરીસામાં જુએ છે અને જ્યારે તેમને પૂછવામાં આવે તો તેઓ કહે છે કે, અમારી પાસે વીજળી છે અને અમારી પાસે દરેક વસ્તુની ઍક્સેસ છે, અમે પ્રિવિલેજ્ડ છીએ, તો અમારે દેશની ચિંતા શા માટે કરવી જોઈએ?'
આ કાયદોનો ઉદ્દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો છે.