કંગના રણૌતે ખોલ્યાં બોલિવૂડની પાર્ટીના રાઝ, કહ્યું - બેવકૂફો સાથે મિત્રતા કઈ રીતે કરું
Kangana Ranaut on Bollywood Parties : અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. બધાએ તેના ખૂબ વખાણ કર્યા છે. હવે કંગના ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તેણે રાજ શમાની સાથેના પોડકાસ્ટમાં બોલિવૂડના લોકો અને તેમની પાર્ટીઓ વિશે પ્રતિક્રિયા આપી હતી.
હું બોલિવૂડ ટાઈપની વ્યક્તિ નથી
કંગનાને ઈન્ડસ્ટ્રિમાં કોઈ મિત્ર છે તેવું પૂછતાં તેણે જણાવ્યું હતું કે, 'જોવો, હું બોલિવૂડ ટાઈપની વ્યક્તિ નથી. હું બોલિવૂડમાં લોકોની મિત્ર બની શકતી નથી, બોલિવૂડના લોકો પોતાનાથી ભરેલા છે. તેઓ મૂર્ખ છે. તેમનું જીવન પ્રોટીન શેકની આસપાસ ફરે છે.'
તમે આવા લોકો સાથે મિત્રતા કેવી રીતે કરી શકો?
કંગનાએ કહ્યું કે, 'જો એ લોકો શૂટિંગ નથી કરી રહ્યાં તો, તેમનો રૂટીન હોય છે કે તે સવારે ઉઠે અને થોડી શારીરિક ટ્રેનિંગ કરે છે. બપોરે સૂઈ જાય છે, પછી ફરીથી ઉઠીને જીમમાં જાય છે અને પછી સૂઈ જાય છે અને ટીવી જુએ છે. આ લોકો તીડ જેવા છે, સંપૂર્ણ બ્લેક. તમે આવા લોકો સાથે મિત્રતા કેવી રીતે કરી શકો? શું ચાલી રહ્યું છે તેની તેમને કોઈ જાણ જ નથી, તેમની કોઈ વાતચીત થતી નથી. તેઓ માત્ર મળે છે, ડ્રિંક કરે અને કપડાં અને એસેસરીઝ વિશે વાત કરે છે. બોલિવૂડમાં કાર વગેરે વિશે વાત કરનાર કોઈ યોગ્ય વ્યક્તિ જોઈને મને આઘાત લાગશે.'
આ પણ વાંચો : રાતે 2 વાગ્યે ન્હાવું, વર્કઆઉટ.. કિંગ ખાને ડાયેટ પ્લાન સાથે તેની હેલ્થના રહસ્યો પણ જાહેર કર્યા!
આગામી આ ફિલ્મમાં જોવા મળશે કંગના
બોલિવૂડ પાર્ટીને લઈને કંપનાએ કહ્યું હતું કે, 'એ શર્મનાક છે, જે તેઓ વાતો કરે છે, આ ટ્રોમા છે. આમ બોલિવૂડ પાર્ટી મારા માટે ટ્રોમા સમાન છે.' આ દરમિયાન કંપના હાલ તેના પોલિટિકલ કરિયર પર વધારે ધ્યાન આપી રહી હોવાથી બોલીવૂડમાં વધુ કામ કરી રહી નથી. છેલ્લે કંગના તેજસ ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો રોલ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર રહી છે.