કંગના રનૌતની અચાનક NSA અજીત ડોભાલ સાથે થઈ મુલાકાત, એક્ટ્રેસ ફોટો શેર કરીને બોલી- મોટું શુકન

બોલીવુડની રાણી કંગના રનૌત આજકાલ તેની આવનારી ફિલ્મ 'તેજસ' ને લઈને ચર્ચામાં છે

27 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
કંગના રનૌતની અચાનક NSA અજીત ડોભાલ સાથે થઈ મુલાકાત, એક્ટ્રેસ ફોટો શેર કરીને બોલી- મોટું શુકન 1 - image
Image Twitter 

તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર 

Kangana Ranaut with NSA Ajit Doval: બોલીવુડની રાણી કંગના રનૌત (Kangana Ranaut) આજકાલ તેની આવનારી ફિલ્મ 'તેજસ' (Tejas) ને લઈને ચર્ચામાં છે. 27 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા કંગના સતત આ ફિલ્મના પ્રમોશન કરતી જોવા મળી રહી છે. 

કંગના ફ્લાઈટમાં પ્રવાસ કરી રહી હતી તે દરમ્યાન તેની મુલાકાત  NSA અજીત ડોભાલ સાથે થઈ

ફિલ્મના પ્રમોશન માટે કંગના ફ્લાઈટમાં પ્રવાસ કરી રહી હતી તે દરમ્યાન તેની મુલાકાત અચાનક જ NSA અજીત ડોભાલ સાથે થઈ હતી, જેના પર એક્ટ્રસ ઘણી ખુશ થઈ રહી હતી. કંગનાએ અજીત ડોભાસ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે અને કહ્યું હતું કે, આ તેને શુકન માને છે. 

કંગનાએ શેર કરી તસવીરો

કંગનાએ X પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમા તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે જોવા મળે છે. ફોટોઝ શેર કરતાં સાથે લખ્યું હતું કે, " કિસ્મતનો શું કમાલ છે, આજ સવારે ફ્લાઈટમાં મને સર્વકાલિન મહાન અજીત ડોભાલજી સાથે બેસવાનો મોકો મળ્યો છે. 'તેજસ'ના પ્રચાર દરમ્યાન મને એવા સાહેબને મળવાનો મોકો મળ્યો કે જે દરેક સૈનિકના પ્રેરણાસ્ત્રોત છે. હું આ ઘડીને ખૂબ જ શુકન માનું છું. જય હિન્દ."


Google NewsGoogle News