ફિલ્મી પડદાની 'ઈન્દિરા ગાંધી' હવે રાજકારણમાં એન્ટ્રી કરશે?, કંગનાના પિતાએ આપ્યા સંકેત
કંગના રણૌત 2024માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા!
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે અભિનેત્રીની મુલાકાત
Lok Sabha election 2024: બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તેના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાક દિવસથી એવા સમાચારો વહેતા થયા છે કે, તે 2024ની લોકસભા ચૂંટણી લડશે. હવે આ અંગે કંગનાના પિતાએ પણ એક નિવેદન કર્યું છે.
અહેવાલો પ્રમાણે કંગના રણૌતના પિતા અમરદીપ રણૌતે જણાવ્યું છે કે, કંગના આવતા વર્ષે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડશે. તે 2024ની લોકસભા ચૂંટણી લડશે.
જોકે કંગના ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ કન્ફર્મ નથી પરંતુ તે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. આમ, ફિલ્મી પડદાની 'ઈન્દિરા ગાંધી' હવે રાજકારણમાં એન્ટ્રી કરવા તૈયાર છે.
જે.પી. નડ્ડા સાથે અભિનેત્રીની બેઠક
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત મૂળ હિમાચલ પ્રદેશની છે. રવિવારે તેણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે કુલ્લુમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન નડ્ડાના પત્ની મલ્લિકા નડ્ડા પણ હાજર હતા. આ અંગે કંગનાએ સોશિયલ મીડિયામાં માહિતી શેર કરી છે. તેણે લખ્યું કે, હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને તેમના પત્ની મલ્લિકા નડ્ડાને કુલ્લુમાં મળી. આ બેઠકમાં મને સમર્થન, સલાહ અને માર્ગદર્શન મળ્યું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.