મોહર્રમનો એક વીડિયો પોસ્ટ કરી કંગના ફરી વિવાદોમાં, લોકોએ કહ્યું - 'યાદ રાખો, હવે તમે સાંસદ છો..'
Image: Facebook
Kangana Ranaut in Controversy: કંગના રણૌતની તાજેતરની ટ્વીટ ચર્ચામાં છે. તેણે મુસ્લિમોના મોહર્રમના માતમની એક ક્લિપ રીપોસ્ટ કરી છે. સાથે જ કંઈક એવું લખ્યું છે જે હિંટ આપી રહ્યું છે કે હિંદુઓએ પણ આ રીતે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાની ટ્વીટ પર લોકોની જુદી-જુદી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અમુક લખી રહ્યાં છે કે મુસ્લિમોનો આ માતમ ભયાવહ છે તો અમુકે લખ્યું કે કંગના હિંદુઓને ઉશ્કેરી રહી છે તો અમુકે તેને યાદ અપાવ્યું કે હવે તે સાંસદ છે તો આવી ટ્વીટ ન કરે.
કંગનાએ ટ્વીટમાં શું લખ્યું
કંગનાએ ટ્વીટ કરી છે કે આ અજીબ અને ભયાવહ છે પરંતુ આ પ્રકારની દુનિયામાં સર્વાઈવ કરવા માટે શું હિંદુ પુરુષોએ પણ આ પ્રકારના સંગ્રામની જરૂરી ટ્રેનિંગ કરવી જોઈએ? માહોલ જોતાં ખૂન ગરમ કરવામાં કોઈ તકલીફ પણ નથી... છે કંઈ? ઉલ્લેખનીય છેકે ક્લિપમાં અમુક લોકો માથા પર તલવાર મારતાં જોવા મળી રહ્યાં છે. લોકોના માથા અને કપડા લોહીથી લથપથ છે.
યુઝરે પોલીસને ટેગ કરી
કંગનાની પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે હિમાચલ પોલીસને ટેગ કરતાં લખ્યું છે આ મહિલા હિંદુઓને ઉશ્કેરી રહી છે અને તેમને ખૂબ ગરમ રાખવા અને હિંસક થવા માટે કહી રહી છે. એક અન્યએ લખ્યું, આ ખરેખર સારું નથી, પરંતુ તેમણે ઈસ્લામમાં આવું કરવું પડે છે. એકે લખ્યું, આ ખરેખર દુ:ખી કરનારું અને ડરામણો વ્યૂ છે.
મુસ્લિમોના સપોર્ટમાં કમેન્ટ્સ આવી
એક અન્યએ લખ્યું, કોઈ સંમત હોય કે ના હોય, તેઓ પોતાના ધર્મનું પાલન કરી રહ્યાં છે અને તેનાથી તેમને કોઈ રોકી શકે નહીં. પોતાનું ખૂન ગરમ રાખો થી શું મતલબ છે? એકે લખ્યું, તૈયાર રહેવામાં કંઈ ખોટું નથી. દરેક મંદિર સાથે અખાડા જોડાયેલા રહેતાં હતાં. શસ્ત્રવિદ્યા હિંદુત્વનો જરૂરી ભાગ છે. આપણા યુવાનોએ પોતાને ફિટ અને યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ જેથી નાજુક બાબતો પર કામ આવે. ઘણા લોકોએ કમેન્ટ્સ કરી છે કે કંગના હવે સાંસદ છે અને તેણે આ વાત ભૂલવી જોઈએ નહીં. એમપી થઈને આ પ્રકારની ટ્વીટ કરવી જોઈએ નહીં.