કંગના રનૌત ફિલ્મ 'ઈમરજન્સી'માં પૂર્વ PM ઈન્દિરા ગાંધીના અનોખા અંદાજમાં જોવા મળી, જુઓ ટીઝર...
મુંબઈ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર
કંગના રનૌત છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મ 'ઈમરજન્સી'ની તૈયારીમાં વ્યસ્ત હતી. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે અને આ ટીઝરમાં કંગના દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવતારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે પરંતુ કંગનાના લૂકનું આ પહેલું ટીઝર આ ફિલ્મને લઈને ચાહકોનો ઉત્સાહ વધારશે. આ ફિલ્મમાં એક્ટિંગ સાથે કંગના પહેલીવાર ડિરેક્ટર તરીકે પણ જોવા મળશે.
ટીઝરની શરૂઆત એક મોટી ઓફિસથી થાય છે જેમાં એક વ્યક્તિ ફોન ઉપાડે છે. ફોન બાદ આ વ્યક્તિ બીજા રૂમમાં જાય છે જ્યાં એક મહિલા ઉભેલી જોવા મળે છે. તે વ્યક્તિ પૂછે છે કે, શું અમેરિકી રાષ્ટ્રપતિ પૂછે છે કે, શું તેઓને 'મેડમ' કહીને બોલાવી શકીએ છે. ત્યારબાદ ઈન્દિરા ગાંધી બનેલી કંગનાની એક ઝલક જોવા મળે છે. કંગના રનૌતનો ચહરો એક બાજુ દેખાઈ રહ્યો છે પરંતુ તેને જોઈને કોઈ કહી શકતું નથી કે તે કંગના રનૌત છે.
ત્યારબાદ કંગના પૂર્વ PM ઈન્દિરા ગાંધીના અંદાજમાં કહે છે કે, 'અમેરિકાના રાષ્ટ્રપતિને કહી દેજો કે, મને મારી ઓફિસમાં મેડમ નહીં સર કહે છે.
ફિલ્મ 'ઈમરજન્સી' કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મ ''ઈમરજન્સી' રિતેશ શાહે લખી છે.