Get The App

કંગના રણૌતે હવે મનાલીમાં રેસ્ટોરાં પણ શરુ કરી

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
કંગના રણૌતે હવે મનાલીમાં રેસ્ટોરાં પણ શરુ કરી 1 - image


- એકટ્રેસ, સાંસદ અને હવે રેસ્ટોરાં માલિક બની

- કંગનાએ  દીપિકાને તેની રેસ્ટોરાંની પ્રથમ ગ્રાહક બનવા આમંત્રણ પાઠવ્યું

મુંબઇ : કંગના રનૌતે મનાલીમાં પોતાની 'ધ માઉન્ટન સ્ટોરી' નામની એક રેસ્ટારાં ખોલી છે.જેનું ઉદઘાટન તા. ૧૪ ફેબુ્રઆરીના રોજ થવાનું છે.  અભિનેત્રીએ દીપિકા પદુકોણને પોતાની પ્રથમ ગ્રાહક બનવા નિમંત્રણ પાઠવ્યું છે. 

કંગનાએ ભૂતકાળને તાજો કરતાં ૨૦૧૩ની એક ક્લિપ શેર કરી છે. જેમાં એક પેનલ  ડિસકશન વખતે કંગના  અને દીપિકા પદુકોણને  આગામી દસ વર્ષમાં તેઓ શું કરવા માંગે છે તેવો એક પ્રશ્ર પૂછાયો હતો.  ત્યારે કંગનાએ ઉત્તરમાં પોતે એક દુનિયાભરના મેન્યુ ધરાવતી રેસ્ટોરાં ખોલવા માંગતી હોવાની ઇચ્છા જણાવી હતી. ત્યારે દીપિકા પદુકોણે હું તારી પ્રથમ ગ્રાહક બનીશ એમ હસતાં હસતા ંકહ્યુ ંહતું. 

હવે કંગનાએ આ ક્લિપ દ્વારા દીપિકાને તેનું વચન યાદ કરાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કંગના અને દીપિકા વચ્ચે કડવાશભર્યા સંબંધો છે.૨૦૧૮માં  કરણી સેનાએ 'પદ્માવત' ના વિવાદમાં  દીપિકાને ધમકી આપી હતી ત્યારે  તેના સમર્થનની એક યાચિકામાં કંગનાએ હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.


Google NewsGoogle News