કંગનાની ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલિઝ નહીં થાય, ફિલ્મને હજુ સુધી નથી મળ્યું સેન્સર સર્ટિફિકેટ
Kangana Ranaut Film Emergency Release Postpone : બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જગ્યા મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ 'ઇમર્જન્સી' મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે આગામી 10 દિવસોમાં ફિલ્મની રિલીઝની નવી તારીખ જાહેર થઈ શકે છે. આમ જે દિવસે ફિલ્મ રિલીઝ થવાની હતી તેની તારીખો પહેલાથી જ લોક થઈ ગઈ છે.
ફિલ્મ રિલીઝને લઈને કંગનાની ટીમે કન્ફર્મ કર્યું
મીડિયા અહેવાલ પ્રમાણે, કંગનાની ટીમે કન્ફર્મ કરતા જણાવ્યું છે કે, ‘ઈમર્જન્સી’ મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે કંગનાએ આશા રાખીને છે કે આગામી 10 દિવસમાં ફિલ્મની રિલીઝની નવી તારીખ મળે. ફિલ્મ રિલીઝ થવાની તારીખ લોક છે. આ દરમિયાન ફિલ્મને લઈને સેન્સર બોર્ડમાં ઈસ્યુ આવવાની સાથે કંગનાને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. કંગના ઇચ્છે છે કે આ ફિલ્મ શક્ય તેટલી વહેલી તકે રિલીઝ થાય.
આ પણ વાંચો : કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી
ફિલ્મને હજુ સુધી કોઈ સર્ટિફિકેટ પણ મળ્યું નથી
મીડિયા અહેવાલ પ્રમાણે, ફિલ્મને હજુ સુધી કોઈ સર્ટિફિકેટ પણ મળ્યું નથી. તેવામાં ગઈ કાલે (31 ઑગસ્ટે) કંગનાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને ફિલ્મ રિલીઝને લઈને જણાવ્યું હતું. ફિલ્મના નિર્માતાઓને આ પ્રમાણપત્ર હજુ સુધી ઓનલાઈન આપવામાં આવ્યું નથી, તેથી મેકર્સ અને સેન્સર વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે.
શિરોમણી અકાલી દળનો ફિલ્મને લઈને વિરોધ
કંગના રનૌત પોતાની ફિલ્મ ‘ઈમર્જન્સી’ના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહી નથી, ત્યારે કંગના તમામ મીડિયા હાઉસમાં જઈને ઈન્ટરવ્યુ આપી રહી છે. પરંતુ જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી હતી તેમ તેમ કંગનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિરોમણી અકાલી દળના (SAD) દિલ્હી યુનિટે પણ ફિલ્મના વિરુદ્ધમાં મોરચો ખોલ્યો હતો. પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખે ફિલ્મને લઈને સેન્સર બોર્ડ અને કંગનાના પ્રોડક્શન હાઉસને નોટિસ મોકલી હતી.
નોટિસમાં જણાવ્યું હતું કે, 'કંગના શીખ વિરોધી રેટરિક માટે કુખ્યાત છે અને તેણે સિખ સમુદાયને નિશાનો બનાવીને ‘ઈમર્જન્સી’નો વિષય પસંદ કર્યો છે.' આ સાથે સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
કંગનાએ વીડિયો શેર કર્યો
કંગનાએ સોશિયલ મીડિયમાં વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, 'અમારી ફિલ્મ ‘ઈમર્જન્સી’ને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું હોવાની ઘણી અફવાઓ વહેતી થઈ રહી છે. આ વાત સાચી નથી. અમારી ફિલ્મ ક્લિયર થઈ ગઈ હતી, પરંતુ તેનું સર્ટિફિકેટ રોકી દેવામાં આવ્યું છે. કારણ કે અમને અને સેન્સરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.'