NDAની બેઠક દરમ્યાન સાંસદે કંગનાને બૂમ પાડી, બાદમાં બંને ગળે મળ્યા, VIDEO વાયરલ
BJP MP greets Kangana Ranaut at Parliament complex: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ હાલ ચર્ચાઓમાં છે. હાલ કંગના દિલ્લીમાં છે અને ત્યાં તેની મુલાકાત તેના કો-સ્ટાર રહી ચૂકેલા સાંસદ ચિરાગ પાસવાન સાથે થઈ હતી. લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત બાદ હાલ નવી સરકાર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ચિરાગ પાસવાને બૂમ પાડીને રોકીને અભિનંદન પાઠવ્યા
આજે દિલ્લીમાં સંસદીય બેઠકમાં દરેક સાંસદ પહોંચ્યા છે. જેમાં ભાગ લેવા કંગના પણ પહોંચી હતી, ત્યાં તેની મુલાકાત ચિરાગ પાસવાન સાથે થઈ. જેમાં એક વીડિયોમાં NDA સંસદીય દળની બેઠક માટે પહોંચેલા ચિરાગ પાસવાન મીડિયાની સામે પોઝ આપતા હતા. એવામાં કંગના ત્યાંથી પસાર થાય છે અને ચિરાગ પાસવાન તેને બૂમ પાડીને રોકે છે અને ચૂંટણીમાં તેની જીત માટે અભિનંદન પાઠવે છે.
ચિરાગ પાસવાન બિહારના હાજીપુરથી ચૂંટણી જીત્યા છે
કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ બિહારના હાજીપુરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. તેઓ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ છે. ચિરાગની પાર્ટી એનડીએનો ભાગ છે અને તેથી જ તેઓ સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા પણ આવ્યા છે.
ચિરાગ કંગનાના કો-સ્ટાર રહ્યા હતા
રાજકારણમાં આવતા પહેલા ચિરાગ પાસવાને એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. તેણે 2011માં આવેલી ફિલ્મ 'મિલે ના મિલે હમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તનવીર ખાનની આ ડેબ્યૂ ફિલ્મમાં કંગનાએ ચિરાગ સાથે કામ કર્યું હતું. પરંતુ ફિલ સફળ ન થતા ચિરાગનું એક્ટિંગ કરિયર આગળ વધી શક્યું નહિ. પરંતુ 2014માં રાજકીય વારસો સંભાળ્યો અને સફળતા મળી.