કંગના રનૌતે એશ્વર્યા રાયને ગણાવી 'ફુલ મૂન': વીડિયો શેર કરી એક્ટ્રેસના કર્યા વખાણ
- Ponniyin Selvan 1માં 49 વર્ષની એશ્વર્યાની સુંદરતા અને ચાર્મ જોઈને દરેક વ્યક્તિ તેના ચાહક બની ગયા હતા
મુંબઈ, તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર
એક્ટ્રેસ કંગના રનૌત એ અભિનેત્રીઓમાંથી છે જે માત્ર એક્ટિંગમાં જ એક્ટિવ નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ માડિયા દ્વારા ક્યારેક કોઈકની ટિકા કરતી હોય છે તો ક્યારેક કોઈકના વખાણ કરતી હોય છે. તાજેતરમાં જ કંગનાએ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનના વખાણ કર્યા છે.
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મહિલાઓની સુંદરતા પર વાત કરી છે અને એશ્વર્યા રાયની ફિલ્મ Ponniyin Selvan 1નો એક વીડિયો શેર કર્યો છે. જેમાં એશ્વર્યા સાથે તૃષા કૃષ્ણન પણ નજર આવી રહી છે. વીડિયો ક્લિપમાં Ponniyin Selvan 1ની નંદની (એશ્વર્યા) અને કુંદવઈ (તૃષા) ખૂબ જ સુંદર લાગી રહી છે.
કંગના રનૌતે એશ્વર્યાને ગણાવી 'ફુલ મૂન'
કંગના રનૌતેને ફિલ્મનો વીડિયો શેર કરતા 40થી 50ની ઉંમરની મહિલાઓની સુંદરતાના વખાણ કર્યા છે અને એશ્વર્યા તથા તૃષાને 'ફુલ મૂન' ગણાવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું- બોલીવુડના સિંગરોએ સોળ વર્ષની યુવતી વિશે ઘણું લખ્યું છે પરંતુ 40 કે 50ની ઉંમર વાળી મહિલાઓમાં સેંસુઅલિટી, સેક્સુઅલિટી અને સિડક્શનનો ઉપયોગ કરવામાં અસફળ રહ્યા. કારણ કે, તે ન માત્ર સુંદર છે પરંતુ સ્માર્ટ અને અનુભવી પણ છે. આ એક શાનદાર કોમ્બિનેશન. બે 'ફુલ મૂન'.
એશ્વર્યા રાયના થયા હતા વખાણ
Ponniyin Selvan 1 અને પાર્ટ 2 બંનેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી હતી. આ ફિલ્મમાં સૌથી વધુ પ્રશંસા અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને મળી હતી. 49 વર્ષની એશ્વર્યાની સુંદરતા અને ચાર્મ જોઈને દરેક વ્યક્તિ તેના ચાહક બની ગયા હતા.
કંગના રનૌતની અપકમિંગ ફિલ્મો
કંગના રનૌતની અપકમિંગ ફિલ્મોની લાંબી લાઈન છે. જેની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ટૂંક સમયમાં ફિલ્મ તેજસ, ઈમરજન્સી અને ચંદ્રમુખી 2માં નજર આવશે. આ ત્રણેય ફિલ્મો આ જ વર્ષે રિલીઝ થશે.