અફેરની ખબરો પર કંગના રનૌતે ખુદ કરી સ્પષ્ટતા, કહ્યું- 'હું બીજા કોઇને ડેટ કરી રહી છું'
નવી મુંબઇ,તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર કોઈપણ વિષય પર તેના વિચારો વ્યક્ત કરતી રહે છે. કંગનાનું નામ એક સમયે રિતિક રોશન સાથે જોડાયું હતું. હવે અભિનેત્રી ફરી એકવાર ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. ફિલ્મ 'ઇમરજન્સી'ને કારણે પણ ચર્ચામાં રહેતી એકટ્રેસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી.
અહીં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ અભિનેત્રીએ જય શ્રી રામના નારા લગાવીને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી હતી. પરંતુ આ કારણો સિવાય કંગના અન્ય કારણસર ટ્રેન્ડીંગ લિસ્ટમાં આવી છે.
કંગના રનૌત પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામા છે. ઋત્વિક રોશન સાથેના તેના રિલેશનને કારણે ચર્ચામાં રહેલી કંગનાનું નામ હવે Ease My Tripના સ્થાપક નિશાંત પિટ્ટી સાથે જોડાઇ રહ્યું છે. અયોધ્યાથી તેમનો એકસાથે ફોટો સામે આવ્યા બાદ તેમના સંબંધો વિશે અટકળો શરૂ થઈ ગઈ હતી.
પ્રાણ પ્રતિષ્ઠાએ આ બંનેના બે અલગ-અલગ સમયના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. એક રિપોર્ટ અનુસાર, નિશાંત પેટી સાથે કંગનાનો ફોટો રેડિટ પર સામે આવ્યો છે. એક ફોટોમાં કંગનાએ પેસ્ટલ ગ્રીન કલરનો સૂટ અને તેની ઉપર શાલ પહેરેલી છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેત્રીએ સાડી પહેરી છે.
કંગનાએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડતા સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં અભિનેત્રીએ મીડિયામાં ખોટી માહિતી ન ફેલાવવા વિનંતી કરી છે. એકટ્રેસે જણાવ્યુ કે, નિશાંત પિટ્ટીજી ખુશહાલ લગ્ન જીવન જીવી રહ્યાં છે અને હું કોઈ બીજાને ડેટ કરી રહી છું, જે યોગ્ય સમય આવશે ત્યારે તે જાહેર કરશે.
આ તસવીરો સામે આવ્યા બાદ યુઝરે આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, 'કંગનાની ખરાબ સમય ચાલી રહ્યો છે. યુઝરે લખ્યું કે, 'આ વ્યક્તિને ખબર નથી કે તેની સાથે શું થવાનું છે.'
એકટ્રેસના વર્ક ફ્રન્ટની જો વાત કરીએ તો, ફિલ્મ 'ઇમરજન્સી' માં ચાહકો તેને ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવાના છે. આ ફિલ્મ આ વર્ષે 14 જૂને રિલીઝ થઈ રહી છે.