કંગનાએ ઈમરજન્સીમાં મિમિક્રી કર્યાનું બહાર આવતાં ટ્રોલ થઈ
- ફિલ્મ ફલોપ થયા બાદ હવે નવો વિવાદ
- ઈન્દિરા ગાંધીના વીડિયોને સામે રાખી સીન ભજવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો
મુંબઇ : કંગના રણૌતે 'ઈમરજન્સી' ફિલ્મમાં સ્વ. વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની મિમિક્રી કરી હોવાનું બહાર આવતાં તે ભારે ટ્રોલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. તેમાં કંગના ઈન્દિરા ગાંધીના સંવાદોની આબેહુબ કોપી કરતી જોવા મળી રહી છે.
જોકે, લોકોએ નોંધ્યું છે કે ઈન્દિરા ગાંધીના અવાજમાં જે રણકો અને પ્રભુત્વ દેખાય છે તેની સામે કંગનાનો અવાજ એકદમ પાતળો અને બિનપ્રભાવશાળી લાગે છે.
લોકોએ તે મિમિક્રી કરી રહી હોવાની ટીપ્પણી કરીને તેને ભારે ટ્રોલ કરી છે. એક્ટિંગ અને મિમિક્રીમાં ફરક છે અને આ રીતે સારી બાયોપિક ન બની શકે તેવી ટીકા થઈ રહી છે.
જોકે, બીજી તરફ કેટલાય સમીક્ષકો આ ફિલ્મમાં કંગનાનાં પરફોર્મન્સનાં વખાણ પણ કરી ચૂક્યાં છે.