Get The App

કંગના અને માધવનની તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ બનશે

Updated: Aug 10th, 2024


Google News
Google News
કંગના અને માધવનની તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ બનશે 1 - image


- ફિલ્મ સર્જક આનંદ એલ રાયની જાહેરાત

- પહેલા બે ભાગ સુપરહિટ ગયા હતા  : હજુ પણ વાર્તા આગળ વધારી શકાશે તેમ લાગતાં જાહેરાત

મુંબઇ : કંગના રણૌતની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાં સ્થાન પામતી 'તનુ વેડ્સ મનુ'નો ત્રીજો ભાગ બની રહ્યો છે. ફિલ્મ સર્જક આનંદ એલ. રાયે આ જાહેરાત કરી છે. 

 ફિલ્મના બંને ભાગમાં કંગના રણૌત અને આર. માધવનની જોડી હતી. આ ઉપરાંત જિમી શેરગીલ, સ્વરા ભાસ્કર, દિપક ડોબરિયાલે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ રોમાન્ટિક કોમેડીના બંને ભાગ હિટ થયા હતા અને તેનું સંગીત પણ બહુ લોકપ્રિય થયું હતું. 

આ પહેલાં આનંદ એલ રાય વખતોવખત એમ કહેતા રહ્યા હતા કે બીજા ભાગમાં તનુ  અને મનુની વાર્તા પૂરી થઈ ગઈ છે એટલે તેનો ત્રીજો ભાગ ક્યારેય નહીં આવે. 

પરંતુ, હવે તેમણે કહ્યું છે કે આ વાર્તા હજુ પણ આગળ વધી શકે તેમ છે. 

Tags :
Kangana-RanautR-Madhavan

Google News
Google News