કમલ હાસનની ઇન્ડિયન ફિલ્મ ત્રણ ભાગમાં બનશે
- પાર્ટ ટુ અને થ્રીનું શૂટિંગ એકસાથે થશે
- એક જ વર્ષના અંતરમાં ફિલ્મનો બીજો અને ત્રીજો ભાગ રજૂ કરવાનું પ્લાનિંગ
મુંબઇ : કમલ હાસનની 'ઈન્ડિયન'ને હવે ટ્રિલોજીમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે.
આ ફિલ્મના બીજા અને ત્રીજા ભાગનું સમાંતર શૂટિંગ કરાયું છે.
અગાઉ, ઐશ્વર્યા રાયની પોનીઈ સેલ્વનના પહેલા તથા બીજા ભાગને એકસાથે શૂટ કરી થોડા સમયના અંતરે રીલીઝ કરવામાં આવ્યા હતા.'ઈન્ડિયન' માટે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવાઈ છે. ભાગ બેનું શૂટિંગ સો ટકા થઈ ગયું છે. ત્રીજા ભાગ માટે થોડું શૂટિંગ હજુ બાકી છે. એડિટિંગ ટેબલ પર બંને ભાગને આખરી સ્વરુપ આપવામાં આવશે કારણ કે સર્જકો પાસે ઓલરેડી છ કલાક ચાલે તેટલું ફૂટેજ લગભગ તૈયાર છે.