Get The App

કમલ હાસનની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

Updated: Nov 24th, 2022


Google News
Google News
કમલ હાસનની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો 1 - image


- જોકે સારવાર બાદ સુધારો થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં

મુંબઇ: કમલ હાસનની તબિયત 23 નવેમ્બરના રોજ ખરાબ થઇ જતાં તેને રાતના જ રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં ાવ્યો હતો. ડોકટરોની સારવાર પછી તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને ત્યાર પછી ઘરે આરામ કરવાની સલાહ આપીને ડિસચાર્જ કરવામાં આવ્યો હતો. 

કમલ હાસનને 23 નવેમ્બરના રાતના સખત તાવ અને બેચેની જણાઇ હતી. આ પછી તેને તરત જ રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની સારવાર પછી તેની તબિયત સુધરી હતી અને તેને ડિસચાર્જ કરીને ઘરમાં આરામ કરવાની સલાહ આપી છે. 

કમલ હાસનની તબિયત સામાન્ય થતાં જ તે થોડા દિવસોમાં શૂટિંગ પર પાછો જશે તેમ પણ સૂત્રે જણાવ્યુ ંહતું. 

Tags :
Kamal-HaasanDeteriorating-healthadmitted-to-hospital

Google News
Google News