એટલીની ફિલ્મમાં સલમાન સાથે કમલ હાસન સમાંતર હિરો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
એટલીની  ફિલ્મમાં સલમાન સાથે કમલ હાસન સમાંતર હિરો 1 - image


- બે હિરોની ફિલ્મમાં કામ કરવા સલમાન સંમત 

- મેગા બજેટ ધરાવતી ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની સંભાવના

મુંબઇ : સલમાન ખાને સાઉથના ડાયરેક્ટર એટલીની બે હિરો ધરાવતી એક્શન ફિલ્મ સ્વીકારી છે. આ  ફિલ્મમાં તેની સાથે બીજા હિરો તરીકે કમલ હાસન હશે. સલમાન અને એટલી ગયા વરસથી જ આ પ્રોજેક્ટ બાબત વાતચીત કરી રહ્યા છે. જાસલમાનને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને તેણે કામ કરવાની સ્વીકૃતિ આપી દીધી છે. 

દિગ્દર્શક એટલી પ્રી-પ્રોડકશન શરૂ કરતા પહેલા કમલ હાસન તરફથી મંજૂરીની રાહ જોઇ રહ્યો છે.  ખુદ સલમાને કમલ હાસનને આ ફિલ્મમાં કામ કરવા માટે કહેણ મોકલ્યું છે. આ એક મેગા બજેટ ફિલ્મ બનશે.  એટલી આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ કરવા  ઈચ્છે છે. 


Google NewsGoogle News