કમલહાસને 69 વર્ષે લીધું એડમિશન, એઆઇનું ભણશે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
કમલહાસને 69 વર્ષે લીધું એડમિશન, એઆઇનું ભણશે 1 - image


- ભણવા માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી

- સાઉથના સ્ટારને નવી ટેકનોલોજીનું ઘેલું છે, આગામી ફિલ્મ એઆઈ બેઝ હોઈ શકે 

નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની હિટ ફિલ્મ મે હુ ના બધાએ જોઈ હશે, જેમા તે અંડર કવર એજન્ટ તરીકે મોટી વયે કોલેજમાં એડમિશન લઈને ભણે છે. હવે આવું જ કંઈક સાઉથનો સુપરસ્ટાર કમલહાસન કરી રહ્યો છે. તે ૬૯ વર્ષની વયે ભણવા માટે અમેરિકા ગયા છે. 

સાઉથના સુપરસ્ટારો હંમેશા તે પુરવાર કરતાં આવ્યા છે કે તે દરેક રીતે બોલિવૂડના સુપરસ્ટારોથી અલગ પડે છે. તેઓ આવી કોઈ તક છોડતા નથી. આ જ દિશામાં પગરણ માંડતા સાઉથના સુપરસ્ટાર કમલહાસને ૬૯ વર્ષને વયે નવી-નવી ટેકનોલોજી અમેરિકા ગયા છે. તેઓ અમેરિકામાં નવી-નવી ટેકનોલોજી પર અભ્યાસ કરવાના છે. કમલહાસનનું આ પગલું બતાવે છે કે ભણવા માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. ફિલ્મોની સાથે રાજકારણમાં સક્રિય રહેનારા સુપરસ્ટાર કમલહાસન હવે અમેરિકામાં રહીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ પણ કરશે. કમલહાસને અમેરિકાની એક ટોપ કોલેજમાં એડમિશન લીધું છે. કમલહાસન આ કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રેશ કોર્સ કરશે. આમ તો આ ક્રેશ કોર્સ ૯૦ દિવસનો છે, પરંતુ વર્ક પરમિટના લીધે કમલાહસને ૪૫ દિવસમાં જ પરત ફરવું પડશે. 

ગયા વર્ષે અબુધાબીમાં કમલહાસને જણાવ્યું હતું કે મને નવી-નવી ટેકનોલોજી અંગે જાણવાનું ખૂબ જ ગમે છે. હું મારી ફિલ્મોમાં પણ નવી-નવી ટેકનોલોજી સાથે પ્રયોગો કરતો રહું છું. આ જ કારણ છે કે કમલહાસન સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું કહેવું છે કે તે આ કોર્સ તેના આગામી પ્રોજેક્ટ માટે કરી રહ્યો છે. 

આનો સીધો અર્થ એવો કરી શકાય કે કમલહાસનની આગામી ફિલ્મમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ થતો જોવા મળશે. કમલહાસનના વર્કફ્રન્ટની વાત કરીએ તેમને છેલ્લે ઇન્ડિયન-ટુમાં જોવામાં આવ્યા હતા. હવે તે  મણિરત્નમમાં નિર્દેશનમાં બનનારી ફિલ્મ ઠગ લાઇફમાં જોવા મળશે.કમલહાસને આ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તે ઇન્ડિયન-૩ પર પણ કામ કરી રહ્યા છે, જે ૨૦૨૫માં રીલીઝ થઈ શકે છે. 


Google NewsGoogle News