એક સમયે અનેક પુરુષો સાથે સંબંધ હોવાની કલ્કિ કોચલીનની કબૂલાત
- એક સાથી સાથે સૌ સૌની પસંદની બાબત છે
- ભૂતકાળમાં મને કોઈ એક જ વ્યક્તિ સાથે સેટલ થવામાં કોઈ રસ ન હતો
મુંબઈ: અભિનેત્રી કલ્કિ કોચલીને કબૂલ કર્યું છે કે ભૂતકાળમાં તે એક જ સમયે અનેક પુરુષો સાથે સંબંધ ધરાવતી હતી. તેના જણાવ્યા અનુસાર તેને એક જ સાથી સાથે રહેવું અને સેટલ થવું એવી બધી બાબતોમાં કોઈ રસ ન હતો. કલ્કિ કોચલીન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપથી છૂટાછેડા લઈ ચૂકી છે. હાલ તેણે ગેય હેર્શબર્ગ સાથે લગ્ન કર્યાં છે અને બંનેને એક દીકરી પણ છે.
તાજેતરમાં એક સંવાદમાં કલ્કિએ સ્વીકાર્યું હતું કે તે એક જ સમયે અનેક પુરુષ સાથીઓ હોય તેવા સંબંધોમાં રાચી ચૂકી છે. કલ્કિએ કહ્યું હતું કે એક સમયે અનેક સાથીઓ ધરાવવા કે પછી એક જ સાથીને લાંબા સમય સુધી વફાદાર રહેવુ ંએ દરેકની પસંદ ના પસંદનો વિષય છે.
જોકે, કલ્કિએ કહ્યું હતું કે હવે તેનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેને એક દીકરી પણ છે. આથી હવે તેને અનેક સાથીઓ સાથે સંબંધ માટે ફુરસદ પણ નથી. અત્યારે તો મને મારા પતિ સાથે પણ પૂરતો ટાઈમ મળતો નથી.
કલ્કિએ કહ્યું હતું કે લોકો જિંદગીભર સંબંધો નિભાવે છે. પરંતુ, મારા માટે ભૂતકાળ અલગ હતો. મારા માટે તે જિંદગીના સૌથી મુશ્કેલ દિવસો હતા. ત્યારે મને સેટલ થવામાં કોઈ રસ ન હતો. એ બધું ત્યારે અખતરાઓ જેવું જ હતું એમ તેણે કહ્યું હતું.