રીલિઝ પહેલા જ Kalki 2898 ADનું તોફાન: પ્રભાસની મૂવીએ પ્રી-રીલિઝ જ કરી રૂ. 350 કરોડની કમાણી
Kalki 2898 AD: સાઉથ ટૂ બોલિવૂડ સ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન અભિનીત 'Kalki 2898 AD' આજકાલ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આજે બીજું ટ્રેલર રિલીઝ થયું છે અને 4 દિવસ પછી સિનેમાઘરોમાં મૂવી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે ફિલ્મના પ્રી-રીલિઝ બિઝનેસે બધાને ચોંકાવી દીધા છે.
પિંકવિલાના રિપોર્ટ અનુસાર, 'કલ્કી 2898 એડી'નો પ્રી-રીલિઝ થિયેટર બિઝનેસ અંદાજે 385 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે કોઈપણ ભારતીય ફિલ્મ માટે આ અત્યાર સુધીનો સૌથી વધુ બિઝનેસ છે. પ્રભાસની 'કલ્કી 2898 એડી' આંધ્રમાં 85 કરોડ રૂપિયામાં વેચાઈ છે. સીડેડ રાઇટ્સ 27 કરોડમાં અને નિઝામ રાઇટ્સ 70 કરોડમાં વેચાયા છે. આમ, ફિલ્મનો કુલ APTS બિઝનેસ 182 કરોડ રૂપિયા છે.
આ સિવાય ફિલ્મે તમિલનાડુ અને કેરળમાં 22 કરોડ રૂપિયાની ડીલ નક્કી કરી છે. કર્ણાટકમાં ફિલ્મનો બિઝનેસ લગભગ 30 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. ઉત્તર ભારતીય થિયેટ્રિકલ બિઝનેસનો રેશિયો રૂ. 80 કરોડ છે અને AA ફિલ્મ્સ દ્વારા એડવાન્સ કમિશનના આધારે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. 'કલ્કી 2898 એડી'નો વિદેશમાં થિયેટર બિઝનેસ લગભગ 70 કરોડ રૂપિયા આસપાસ છે.
Kalki 2898 AD'નો પ્રી-રીલીઝ બિઝનેસ દર્શાવે છે કે ફિલ્મ પ્રોડ્યુસર્સ મૂવીમાંથી વિશ્વફલક પર ઓછામાં ઓછા 700 કરોડ રૂપિયાની કમાણીની અપેક્ષા રાખી રહ્યાં છે. જોકે મહત્વની વાત જાણવા જેવી એ છે કે ફિલ્મનું બજેટ જ લગભગ 600 કરોડ રૂપિયા છે. આ ફિલ્મને લઈને ફેન્સ જ નહિ સ્ટારકાસ્ટ અને ઈન્ડસ્ટ્રીમાં પણ જબરદસ્ત ક્રેઝ છે.