કાજોલ પહેલીવાર હોરર ફિલ્મમાં કામ કરતી જોવા મળશે

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
કાજોલ પહેલીવાર હોરર ફિલ્મમાં કામ કરતી જોવા મળશે 1 - image


પતિ અજય દેવગણ જ નિર્માણ કરશે

ફિલ્મને હંગામી ધોરણે 'માં' ટાઈટલ અપાયું, આવતાં મહિનાથી શૂટિંગ શરૂ થશે

મુંબઈ: કાજોલ પહેલીવાર એક હોરર ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મને હાલ હંગામી ધોરણે 'માં' ટાઈટલ અપાયું છે. આ ફિલ્મનું નિર્માણ તેનો પતિ અજય દેવગણ જ કરી રહ્યો છે. વિશાળ ફુરિયા ફિલ્મનું દિગ્દર્શન કરશે. 

ફિલ્મની સ્ટોરી વિશે કોઈ વિગતો પ્રગટ કરવામાં આવી નથી. જોકે, ફિલ્મનું પ્રિ પ્રોડક્શનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતા મહિનેથી શૂટિંગ પણ શરુ થઈ જશે. કાજોલના જણાવ્યા અનુસાર પોતે ક્યારેય કોઈ હોરર ફિલ્મમાં કામ કર્યું નથી એટલે જ તેણે આ ચેલેન્જ સ્વીકારી છે. 

કાજોલ છેલ્લા કેટલાય સમયથી મોટાપાયે કમબેક માટે ફાંફા મારી રહી છે. તેણે ઓટીટીના પણ કેટલાક પ્રોજેક્ટસ કર્યા છે પરંતુ ધારી સફળતા મળી નથી. કાજોલ આગામી ફિલ્મ 'સરજમીન'માં તેના એક સમયના કો સ્ટાર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની સહકલાકાર હશે. આ  ઉપરાંત નિર્માતા તરીકે કૃતિ સેનનની પહેલી ફિલ્મ 'દો પત્તી'માં પણ કાજોલની ભૂમિકા છે. 


Google NewsGoogle News