Get The App

મોતની અફવાઓથી પરેશાન થઈ બોલિવૂડની આ અભિનેત્રી, કહ્યું- મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ

Updated: Oct 28th, 2024

GS TEAM


Google News
Google News
Kajol


Kajol Mother Stunned To Hear Her Fake Death News: હાલમાં કાજોલની થ્રિલર ફિલ્મ દો પત્તીમાં રિલીઝ થઈ છે. આ પહેલીવાર છે જ્યારે તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં કાજોલની સાથે કૃતિ સેનન અને શાહીર શેખ પણ જોવા મળી રહ્યા છે. એવામાં જ્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે જયારે એક કોમેડી શો પર પહોંચી હતી ત્યારે તમામ સ્ટાર્સને તેમના વિશે ફેલાયેલી અજીબોગરીબ અફવાનો ઉલ્લેખ કરવાનું કહ્યું અને આ દરમિયાન કાજોલે જે કહ્યું તેણે બધાને ચોંકાવી દીધા.

મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ- કાજોલ 

જ્યારે કોમેડી શોમાં પહોંચેલી કાજલને પૂછ્યું કે, 'શું તેણે પોતાના વિશે કે તેના પરિવાર વિશે કોઈ ખૂબ જ વિચિત્ર અફવા સાંભળી છે?', તો અભિનેત્રીએ કહ્યું કે હા, આવું ઘણી વખત બન્યું છે. એકવાર કોઈએ ઘરે મારી મમ્મીને ફોન આવે છે કે હું જે પ્લેનમાં મુસાફરી કરી રહી હતી તે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને હું મરી ગઈ છું. આ એ સમયની વાત છે કે જયારે આપણી પાસે ફોન અને મેસેજની કોઈ સુવિધા ન હતી.'

આ પણ વાંચો: વાતો કરનારા તો કરશે જ: અભિષેક બચ્ચન સાથે અફેરની અફવાઓ પર નિમરત કૌરે તોડ્યું મૌન

મોતની અફવા ઘણી વાર ફેલાઈ ચૂકી છે

આ વિશે વાત કરતાં કાજોલે વધુમાં કહ્યું કે તે દરમિયાન મારા મમ્મીએ સત્ય જાણવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી કે શું ખરેખર આવું બન્યું છે કારણ કે તે દરમિયાન તેને સોશિયલ મીડિયા કે ફોન આટલી સરળતાથી ઉપલબ્ધ નહોતા અને હું ખરેખર મુસાફરી કરી રહી હતી. બાદમાં મેં મારા મમ્મીને ફોન કર્યો અને કહ્યું કે હું ઠીક છું આ સાથે, અભિનેત્રીએ એ વાત પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો કે લોકોએ તેના મૃત્યુના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવ્યા અને તેણે કહ્યું કે આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. કાજોલએ કહ્યું કે આવું દર 5-6 વર્ષે થાય છે.

મોતની અફવાઓથી પરેશાન થઈ બોલિવૂડની આ અભિનેત્રી, કહ્યું- મમ્મીને ફોન આવે છે કે તમારી છોકરી મરી ગઈ 2 - image

Tags :