દુર્ગા પંડાલમાં ફોનમાં વ્યસ્ત એક્ટ્રેસ કાજોલ પડતા પડતા બચી, વીડિયો થઈ ગયો વાયરલ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
દુર્ગા પંડાલમાં ફોનમાં વ્યસ્ત એક્ટ્રેસ કાજોલ પડતા પડતા બચી, વીડિયો થઈ ગયો વાયરલ 1 - image


નવી મુંબઇ,તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર 

આ દિવસોમાં સર્વત્ર નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ દેવી દુર્ગાની પૂજા અને ભક્તિમાં મગ્ન જોવા મળે છે. તો બોલિવૂડ સેલિબ્રિટીઓ શા માટે પાછળ રહે? 

નવરાત્રિના તહેવારમાં ઘણા સેલેબ્સ દુર્ગા પૂજા પંડાલમાં માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી કાજોલ દર વર્ષે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના આશીર્વાદ લેવા તેના સમગ્ર પરિવાર સાથે દુર્ગા પૂજા સમારોહમાં આવે છે.

આ વખતે અભિનેત્રી જોવા મળી હતી. પુજામાં તે પિન્ક કલરની સાડીમાં સજ્જ થઇને આવી હતી. આ પૂજા દરમિયાન કાજોલ સાથે અકસ્માત થયો હતો, જેમાં ફોનમાં વ્યસ્ત હોવાને કારણે અભિનેત્રી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ કાજોલને સંભાળી હતી. જેનો વીડિયોપણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ વીડિયો પર ઘણા યુઝર્સ એકટ્રેસને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપતા જોવા મળ્યા. એક યુઝરે કહ્યું - 'પૂજા દરમિયાન ફોન પર ધ્યાન ન આપો, મેડમ', જ્યારે બીજા યુઝરે કહ્યું - હંમેશા કેમ પડે છે? 2-3 ફિલ્મોમાં પણ તે આ રીતે પડી જાય છે અથવા વારંવાર કંઈક અથવા બીજી ડ્રોપ કરે છે. 


Google NewsGoogle News