Get The App

ફિલ્મ કભી ખુશી કભી ગમની આ એકટ્રેસ બંધાઇ લગ્નના બંધનમાં

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ફિલ્મ કભી ખુશી કભી ગમની આ એકટ્રેસ બંધાઇ લગ્નના બંધનમાં 1 - image


નવી મુંબઇ,તા. 30 નવેમ્બર 2023,ગુરુવાર 

ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરીના કપુરનો બાળપણનો રોલ પ્લે કરનારી એકટ્રેસ માલવિકા રાજ લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. માલવિકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ પ્રણવ બગ્ગા સાથે લગ્નના બંધનમાં બંધાઇને ખુશ લાગી રહી છે. આ કપલ એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. અભિનેત્રીએ ગોવામાં એક સુંદર લોકેશન પર બગ્ગા સાથે લગ્ન કર્યા હતા.

માલવિકા રાજ ક્રીમ કલરના લહેંગામાં ખૂબ જ સુંદર દુલ્હન લાગી રહી છે. સોશિયલ મીડિયા પર એકટ્રેસે ફોટો પોસ્ટ કરતાં લખ્યુ કે, 'Our Hearts are Full of Love and Gratitude.'

આ અભિનેત્રી બોલીવુડની અન્ય અભિનેત્રીઓના બ્રાઈડલ લુકથી એકદમ અલગ દેખાઈ રહી છે. જો કે, કેટલાક લોકો ચોંકાવનારી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, કારણ કે માલવિકાએ તેના લગ્નની તારીખની જાહેરાત કરી નહોતી અને હવે અચાનક તેણે દુલ્હન તરીકે પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે. 

એક વીક પહેલાં માલવિકાએ તેના પાર્ટનર સાથે સગાઇના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. માલવિકા બોલિવૂડ એક્ટર જગદીશ રાજની પૌત્રી છે. તાજેતરમાં, અભિનેત્રીએ કહ્યું હતું કે તે લાંબા રિલેશન બાગ તેના પ્રેમી પ્રણવ બગ્ગા સાથે લગ્ન કરવા જઈ રહી છે. અને હવે એક અઠવાડિયાની અંદર તેણે લગ્નની તસવીરો શેર કરીને તેના ચાહકોને ખુશખબર આપી છે.


Google NewsGoogle News