જાપાનમાં ભૂકંપ અને સુનામી વચ્ચે માંડ માંડ બચ્યો જુનિયર NTRનો જીવ! અભિનેતાએ કહ્યું- 'હું ખૂબ આઘાતમાં છું'

સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર જાપાનથી પરત ફર્યા છે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
જાપાનમાં ભૂકંપ અને સુનામી વચ્ચે માંડ માંડ બચ્યો જુનિયર NTRનો જીવ! અભિનેતાએ કહ્યું- 'હું ખૂબ આઘાતમાં છું' 1 - image


Japan earthquakes: જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પરિવાર સાથે જાપાનમાં રજાઓ માણી રહ્યા હતા. હવે તેઓ ઘરે પરત ફર્યા છે અને આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.

જુનિયર એનટીઆરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે,”હું આજે જાપાનથી ઘરે પાછો ફર્યો છું અને ભૂંકપથી મને ખૂબ જ આઘાતમાં છું. છેલ્લું અઠવાડિયું ત્યા વિતાવ્યું અને અસરગ્રસ્ત દરેકને મારી સંવેદના.”

લેન્ડિંગ વખતે બે વિમાન ટકરાતા ભયાનક આગ લાગી

આજે જાપાનના ટોક્યોના હાનેડા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહીં જાપાન એરલાઈન્સનું  પેસેન્જર પ્લેન JAL 516 લેન્ડિંગ વખતે ત્યાં પાર્ક કરેલા જાપાન કોસ્ટગાર્ડના એક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટના પછી બંને વિમાનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોસ્ટગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જઈ રહ્યું હતું.

પહેલી જાન્યુઆરીએ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો 

જાપાનમાં ગઈકાલે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ જાપાનમાં છેલ્લા 24 જ કલાકમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયાનો અંદાજ છે. 


Google NewsGoogle News