જુનેદ ખાન અને ખુશી કપૂરની ફિલ્મનું શીર્ષક લવયાપા 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે
- ડિજિટલયુગમાં રોમાન્સ પર આધારિત
મુંબઇ : જુનેદ ખાન અને ખુશીકપૂર આગામી ફિલ્મમાં રોમાન્સ કરતાજોવા મળવાના છે. આ ફિલ્મ ડિજિટલ યુગમાંના રોમાન્સ પર આધારિત છે.ફિલ્મ લવયા પા ને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પ્રેમ અને તેની જટિલતાઓની એક ગુંચવાયેલી ફિલ્મ છે. જેમાં રમૂજ અને હાસ્યનું મિશ્રણ છે. આ ફિલ્મ માટે દાવો કરવામાં આવ્યો છે કે દરેક વયની દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે.
આ વરસની શરૂઆતમાં જ ફેન્ટમ સ્ટુડિયોએ સોશયલ મીડિયા પર આ ફિલ્મની ઘોષણા કરી હતી. તેણે બહાર પાડેલા ટીઝરમાં યુવા વાઇબ જોવા મળ્યા હતા. જે આજના દર્શકો માટેએક રોમેન્ટિક ડ્રામાનો ટોન સેટ કર્યો હતો.
જુનેદ અને ખુશીની ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદનનું છે. જેણે જુનેદના પિતા આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં કામ કર્યું હતું.