ભારતનો કોઈ એક્ટર ન કરી શક્યું તે સાઉથના સુપરસ્ટાર Jr NTR એ કરી બતાવ્યું
Oscar Best Actor Prediction Listમાં ટોપ 10માં Jr NTR
IMAGE: Twitter |
Jr NTRનું નામ ટ્રેન્ડીંગ સ્ટાર્સમાં:
ભારતીય ફિલ્મના ઇતિહાસમાં અનેક દિગ્જ્જ કલાકરો તેમના ઉમદા અભિનયના લીધે હમેશા દર્શકોના દિલ-દિમાગમાં રાજ કરતા હોય છે, નવી પેઢીમાં આવું એક નામ છે જુનિયર એનટીઆર એટલે કે તારકનું છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તારકનું નામ અજાણ્યું નથી, સાઉથમાં તેના અભિનયના ડંકા વાગે છે ત્યારે હાલમાં જ તારક, જાણીતા અને લોકપ્રિય ડીરેક્ટર રાજમૌલીની ફિલ્મ RRRમાં નજર આવ્યા હતા. તેમાં તેમની એક્ટિંગના ભારતભરમાં જ નહિ બલકે વિશ્વફલક પર વખાણ થયા છે અને તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. રાજામૌલીની ફિલ્મમાં તારકે ગોંડ જનજાતિને પ્રેઝન્ટ કરી હતી અને તેમના અદ્ભુત પરફોર્મન્સથી તેમણે લોકોના દિલ જીત્યા છે. આ વચ્ચે જ તારકે એક ખુબ મોટી ઉપલબ્ધિ પોતાને નામ કરી છે જેના લીધે તેમનુ નામ સુપર ટ્રેન્ડ કરી રહ્યું છે.
ટોપ ટેન લીસ્ટમાં મેળવ્યું દસમું સ્થાન:
ઓસ્કારે એક બેસ્ટ એક્ટર પ્રીડિકશન લીસ્ટ જાહેર કર્યું છે તેમાં તારકનું નામ પણ સામેલ છે. ખુશીની વાત એ છે કે જુનિયર એનટીઆરનું નામ દુનિયાની લોક્પ્રિય પત્રિકા દ્વારા બહાર પાડવામાં આવેલ 2023ના ઓસ્કાર બેસ્ટ એક્ટર પ્રીડિકશન લીસ્ટમાં દસમું સ્થાન મળ્યું છે. આ લીસ્ટમાં વિલ સ્મિથ, હ્યુ જેકમેન અને ઓસ્ટિન બટલર જેવા ઉમદા કલાકરોના નામ સામેલ છે. મળતી માહિતી અનુસાર ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય અભિનેતાનું નામ ઓસ્કારના સર્વશ્રેષ્ઠ અભિનેતાની સૂચિમાં ટોપ 10માં સામેલ થયું છે. આ સાથે જ જુનિયર એનટીઆર પહેલા ભારતીય કલાકાર બન્યા છે જેમનું નામ આ લીસ્ટમાં સામેલ થયું હોય.
ઓસ્કારની પ્રીડિકશન લીસ્ટમાં રાજમૌલીનું નામ:
આ મેગેઝીને પોતાની પ્રીડિકશન લીસ્ટમાં એસએસ રાજમૌલીનું નામ બેસ્ટ ડિરેક્ટરના લીસ્ટમાં સામેલ કર્યું છે. આ તેમના પ્રશંસકો માટે એક મોટી ખુશખબર છે.
રાજામૌલીની ફિલ્મ RRRને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં ઘણા એવોર્ડ ઓલરેડી મળી ચુક્યા છે. અને ફિલ્મ પણ ઓસ્કારમાં શોર્ટ લીસ્ટ થઈ છે સાથે સાથે આ ફિલ્મનું ગીત પણ શોર્ટ લીસ્ટ થયું છે.. ઓસ્કાર એટલે કે એકેડમી અવોર્ડની હોલીવુડમાં ખુબ જ પ્રતિષ્ઠિત કલાત્મક એવોર્ડ્સમાં તેની ગણતરી થાય છે.
આ વર્ષે ઓસ્કાર એવોર્ડ 12 માર્ચ 2023ના રોજ લાઈવ પ્રસારિત કરવામાં આવશે. ઇન્ટરનેશનલ લેન્ગવેજની ફિલ્મના આ લીસ્ટમાં ભારત તરફથી RRRએ સત્તાવાર એન્ટ્રી છે જે પાકિસ્તાનની સત્તાવાર ફિલ્મ જોયલેન્ડ સામે ટક્કર લેશે.