Get The App

એ રૂમમાં કપડાં પહેર્યા વિના બેઠો હતો અને...' જાણીતા અભિનેતા પર એક્ટ્રેસે લગાવ્યાં ગંભીર આરોપ

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
એ રૂમમાં કપડાં પહેર્યા વિના બેઠો હતો અને...' જાણીતા અભિનેતા પર એક્ટ્રેસે લગાવ્યાં ગંભીર આરોપ 1 - image


Actor Sharad kapoor Accused of Misconduct : 'જોશ', 'તમન્ના', 'દસ્તક', 'ત્રિશક્તિ' અને 'ઉસકી ટોપી ઉસ્કે સર' જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીએ બોલિવૂડ અભિનેતા પર તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનો આરોપ છે કે અભિનેતાએ પહેલા તો તેને ઓફિસના કામનું બહાનું બતાવી ઘરે બોલાવી અને પછી તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. યુવતીએ આ મામલે અભિનેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : 2 વર્ષ કામ માટે તરસી, વડાપાંવ ખાઈ દિવસ પસાર કર્યા, લોકલમાં મુસાફરી કરી, જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું

ફેસબુક દ્વારા શરદના સંપર્કમાં આવી હતી યુવતી 

પીડિતાએ તેના આરોપમાં કહ્યું છે કે, તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. તે શરદ કપૂર સાથે વાત કરી રહી છે તેની પુષ્ટિ કરવા તેણે અભિનેતા સાથે વીડિયો કૉલ પર વાત કરી. શરદે યુવતીને કહ્યું કે, તે એક શૂટિંગના સંબંધમાં તેની સાથે વાત કરવા અને મળવા માંગે છે. એ પછી શરદે ફોન દ્વારા યુવતીને તેનું લોકેશન મોકલ્યું અને તેને ખારમાં તેની ઓફિસ આવવા કહ્યું. પરંતુ, જ્યારે યુવતી ત્યાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે શરદની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે.

જૂઠું બોલીને યુવતીને ઘરે બોલાવી

યુવતીએ કહ્યું કે, "હું ખારમાં આવેલા બિલ્ડિંગના ત્રીજા માળે તેના ઘરે પહોંચી. તો શરદ ત્યાં હાજર હતો અને તે રસોડામાંથી બેડરૂમમાં ગયો. થોડી વાર પછી શરદે ફોન કર્યો અને તેણે મને બેડરૂમમાં આવવા કહ્યું. જ્યારે હું બેડરૂમના દરવાજા પાસે પહોંચી તો મેં શરદને ત્યાં કપડાં વગર બેઠેલો જોયો. આવી સ્થિતિમાં મે શરદને કપડાં પહેરીને વાત કરવા કહ્યું. ત્યારે શરદે મને તેના હાથમાં લીધી અને પાછળથી ખોટી રીતે પકડી રાખી. એ પછી મેં શરદને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી આવી હતી."

આ પણ વાંચો : હદમાં રહો, પત્ની શિલ્પાનું નામ વચ્ચે ના લાવશો: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાએ તોડ્યું મૌન

આ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી

પીડિતા એક એક્ટર અને નિર્માતા છે, જેણે શરદ કપૂર વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 74 (સ્ત્રીની લાજ ભંગનો આક્રોશ ઉભો કરવા માટે બળનો ઉપયોગ કરવો), કલમ 79 (મહિલાઓની ગરીમાનો ભંગ કરવા માટે બોલમાં આવેલા શબ્દો, હાવભાવ અથવા ક્રિયાઓ જે સ્ત્રીની નમ્રતાનો આક્રોશ કરે છે) અને કલમ 75 (મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેની શારીરિક અને ભાવનાત્મક રુપે હેરાન કરવી) છે. શરદ કપૂર વિરુદ્ધ ઉપરોક્ત ભારતીય દંડ સંહિતા હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. 


Google NewsGoogle News