સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણિતા ફાઇટ કોરિયોગ્રાફર અને સ્ટંટમેન જોલી બાસ્ટિયનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણિતા ફાઇટ કોરિયોગ્રાફર અને સ્ટંટમેન જોલી બાસ્ટિયનનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન 1 - image


નવી દિલ્હી,તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર 

સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ખૂબ જ પ્રખ્યાત ફાઇટ કોરિયોગ્રાફર અને સ્ટંટમેન જોલી બાસ્ટિયનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 57 વર્ષની વયે નિધન થયુ છે. તેમણે ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું. જો કે તેણે કન્નડ સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી હતી. સ્ટંટમેન જોલી બેસ્ટિયનના આકસ્મિક નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જૉલી મિકેનિકમાંથી ટોપ એક્શન કોરિયોગ્રાફર બન્યાં

જોલીએ પ્રેમલોક અને માસ્ટરપીસ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં સ્ટંટ ડાયરેક્ટ કર્યું હતું. જૉલીનું બાઇક મૈકેનિકથી ટોચના એક્શન કોરિયોગ્રાફર બનવા સુધીની જોલીની સફર રસપ્રદ અને ખૂબ પ્રેરણાદાયી હતી. 

જૉલીનો જન્મ કેરળના અલેપ્પીમાં થયો હતો પરંતૂ તેમનો ઉછેર બેંગલુરુમાં થયો હતો. શરૂઆતમાં તેમણે મિકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 

એક બાઇક મૈકેનિકથી સ્ટંટ મેન બનવા પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે. એક વાર તેઓ બાઈક પર સ્ટંટ કરી રહ્યાં હતા તે વખતે એક ફિલ્મ મેકરે તેને જોયો. તેના સ્ટંટથી ફિલ્મમેકર્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સાથે તેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટંટમેન તરીકે પ્રવેશ કર્યો.

જૉલીને પહેલી તક 17 વર્ષની ઉંમરે મળી હતી

જૉલીને પહેલી તક 17 વર્ષની ઉંમરે મળી જ્યારે તેને પ્રેમલોકા (1987)માં અભિનેતા રવિચંદ્રનની સ્ટંટ ડબલની ભૂમિકા ભજવવાની તક મળી હતી. તેમણે ફુલ એક્શન કોરિયોગ્રાફર બનતા પહેલા સ્ટંટમેન તરીકે શરૂઆત કરી હતી. જૉલી ધીમે ધીમે એડ્રેનાલિન-કીકિંગ સ્ટંટના કામમાં નિષ્ણાત બની ગયો હતો. તેમણે 900 થી વધુ કન્નડ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં યોગદાન આપ્યું હતુ. 


Google NewsGoogle News