પ્રિયંકા અને મહેશબાબુની ફિલ્મમાં જોન અબ્રાહ્મમ સામેલ
- એસએસ રાજામૌલીની બિગ બજેટ ફિલ્મ મળી
મુંબઇ : એસ એક રાજામૌલીની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને મહેશબાબુ સાથે હવે જોન અબ્રાહમની પણ એન્ટ્રી થઈ છે. સાઉથના હિરો પૃથ્વીરાજ સુકુમારને આ બિગ બજેટ ફિલ્મ છોડી દેતાં તેના સ્થાને જોનને તક મળી છે .
જોન અને પ્રિયંકા ચોપરા અગાઉ 'દોસ્તાના'માં સાથે કામ કરી ચૂક્યાં છે.
જોકે, હજુ સુધી ફિલ્મની કાસ્ટની સત્તાવાર ઘોષણા કરાઈ નથી. પરંતુ, પ્રિયંકા પોતે આ ફિલ્મમાં કામ કરી રહી હોવાના એકથી વધુ સંકેત આપી ચૂકી છે. ગઈ તા. બીજી જાન્યુઆરીના રોજ એસ એસ રાજામૌલીએ આ ફિલ્મ માટે પૂજા ગોઠવી હતી.
ફિલ્મને હાલ એસએસએમબી ૨૯ એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે.