જોન અબ્રાહમે મુંબઇના ખાર વિસ્તારમાં 75 કરોડનો આલિશાન બંગલો ખરીદ્યો

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
જોન અબ્રાહમે મુંબઇના ખાર વિસ્તારમાં 75 કરોડનો આલિશાન બંગલો ખરીદ્યો 1 - image


- અભિનેતાના બાંદરામાં એક પેન્ટહાઉસ ઉપરાંત અમેરિકા ઘર અને લંડનમાં  ઓફિસ છે

મુંબઇ : જોન અબ્રાહમે મુંબઇના ખાર પરામાં ૭૫.૦૭ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલો ખાર લિંકિંગ રોડ પર આવેલો છે. બંગલાનું નામ ૩૭૨ નિર્મલ ભવન છે. જે  ૭,૭૨૨ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. 

જોન અબ્રાહમે ૨૭ ડિસેમ્બરના રોજ આ બંગલાની ડીલ ક્લોઝ કરી હતી. આ બંગલો સમુદ્રના કિનારે આવેલો છે. આ બંગલા માટે જોને ૪.૨૪ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી ચુકવી છે. 

જોન પાસે બાંદરામાં એક પેન્ટહાઉસ પણ છે જે સમુદ્રના કિનારે આવેલું છે. તેનું આ પેન્ટ ૪,૦૦૦ સ્કે.ફૂટમાં સમાયેલું છે. તેના આ પેન્ટહાઉસને ૨૦૧૬માં  ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિટેક્ચરલ ડિઝાઇનતરફથી બેસ્ટ હોમ એવોર્ડ પણ મળ્યો હતો. જેને જોનના પિતા અને ભાઇએ ડિઝાઇન કર્યું હતું. જોનના આ એપાર્ટમેન્ટની કિંમત ૬૦ કરોડ રૂપિયા છે. 

આ ઉપરાંત જોન અબ્રાહમ પાસે અમેરિકામાં પણ એક આલિશાન ઘર છે. અમેરિકાના સૌથી વૈભવી અને મોંઘા લોસ એન્જલસમાં આ બંગલો આવેલો છે. જ્યાં જોનના પાડોશમાં જેફિર લોપેઝ,બ્રેડ પિટ અન ેબિયોંસે સહિત ઘણા હોલીવૂડ સ્ટાર્સ રહે છે. 

ઉપરાંત લંડનમાં પણ જોનની એક પ્રોપર્ટી છે. જે તેના પ્રોડકશન હાઉસનું ઓવરસીઝ હેડક્વાર્ટર છે. 

મુંબઇના ખાર વિસ્તારમાં જોનની એકઓફિસ આવેલી છે જેની કિંમત ૨૧ કરોડ રૂપિયા છે. આ જગ્યા જોને ૨૦૧૬માં ખરીદી હતી. તેેની આ ઓફિસ તેના પિતા અને ભાઇ સંભાળે છે જ્યાંથી તેમનું આક્રિટેકનું કામકાજ ચાલે છે. 

જોન અબ્રાહમ ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તગડી કમાણી કરી લે છે. રિપોર્ટસના અનુસાર તેની એક ફિલ્મની કમાણી કરોડોમાં છે. સાલ ૨૦૨૩માંતે શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળ્યો હતો, જેના માટે તેણે ૨૦ કરોડ રૂપિયા મહેનતાણું લીધું હતું. 


Google NewsGoogle News