'ભારે ઉતાવળી!' ,એક્સ વાઈફ સોફીનાં નવાં અફેર અંગે જો જોનાસનું રિએક્શન

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
'ભારે ઉતાવળી!' ,એક્સ વાઈફ સોફીનાં નવાં અફેર અંગે જો જોનાસનું રિએક્શન 1 - image


- સોફીના  નવા પ્રેમી  સાથેની કિસ વાયરલ થઈ છે

- હજુ તો હમણા છૂટાછેડા થયા છે અને તરત જ નવું અફેર પણ શરુ કરી દીધું તેથી જો જોનાસને આશ્ચર્ય

મુંબઇ : સોફી ટર્નરે છૂટાછેડા થયાના થોડા સમયમાં જ નવું અફેર શરુ કરી દીધું છે તેનાથી ભૂતપૂર્વ પતિ જો જોનાસને અચંબો થયો છે. તેણે એવું રિએક્શન આપ્યું છે કે હજુ તો હમણા છૂટાછેડા થયા છે ને આટલી જલ્દી નવું અફેર પણ શરુ થઈ ગયું એ તો બહુ ઉતાવળ કહેવાય. 

 જો જોનાસ સાથે છૂટાછેડા લેનારી સોફી ટર્નરની નવા પ્રેમી  પેરીગ્રીન પિયરસેન સાથેની રોમાન્ટિક તસવીરો વાયરલ થઈ છે. બંનેએ પેરિસમાં જાહેરમાં એકબીજાને કિસ કરી હતી. પેરીગ્રીન પિયરસેન બ્રિટનના એક ઉમરાવ કુટુંબનો નબીરો છે અને તેની પાસે બેસુમાર સંપત્તિ હોવાનું કહેવાય છે. 

જો જોનાસના નજીકના મિત્રોના જણાવ્યા અનુૂસાર સોફીએ આટલી જલ્દી અન્ય વ્યક્તિ સાથે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ શરુ કરી દીધી તે વાતે જો જોનાસને બહુ નવાઈ લાગી છે. જોકે, જો જોનાસ જાણે છે કે સોફી પર તેનો કોઈ અંકુશ નથી પરંતુ હાલ સોફીએ છૂટાછેડા બાદ સંતાનોના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

ખુદ જો ે  જોનાસ માટે  વાસ્તવમાં તેની મુખ્ય પ્રાથમિકતા તેના સંતાનોની ભલાઇ અને પોતાની કારકિર્દી છે.  હાલમાં તે પોતાના છુટાછેડાન અંતિમ રૂપ અને જીવનમાં આગળ વધવા માટે ધ્યાન આપી રહ્યો છે.નવા સાથીની શોધની તેને કોઈ ઉતાવળ નથી. 

ે જો જાનાસ અને સોફીએ સપ્ટેમ્બર મહિનામાં છુટાછેડાની અરજી કરી હતી. ત્યારથી બન્ને પોતાની બે પુત્રીઓની કસ્ટડી માટે સમજૂૂતી કરી લીધી છે.


Google NewsGoogle News