Get The App

તારક મહેતા સિરિયલ ફેમ મિસિસ સોઢીની જાતીય સતામણીના કેસમાં આસિત મોદીને પાંચ લાખનો દંડ

તારક મહેતા સિરિયલના પ્રોડ્યૂસર સામે કોર્ટનો ચુકાદો

અન્ય આરોપીઓને સજા ન થઈ : દંડ અને વળતરની રકમ ન મળી હોવાનો અભિનેત્રીનો દાવો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
તારક મહેતા સિરિયલ ફેમ મિસિસ સોઢીની જાતીય સતામણીના કેસમાં આસિત મોદીને પાંચ લાખનો દંડ 1 - image


Jennifer Mistry wins sexual harassment case against Asit Modi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મિસિસ સોઢી ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે જાતીય સતામણીના કેસમાં જીત થઈ છે. અભિનેત્રીએ મંગળવારે આ બાબતની પુષ્ટી કરતા જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ કોર્ટનો ચુકાદો આવ્યો હતો અને મોદીને બાકીની રકમ ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે મોદીને રૂ પાંચ લાખ વળતર તરીકે જેનિફરને ચુકવવા પણ જણાવ્યું છે.

15 ફેબ્રુઆરીએ જ આપી દેવાયો હતો ચુકાદો

કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે આસિત મોદીએ અભિનેત્રીને બાકીની રકમ તેમજ આ રકમ હેતુપૂર્વક ન ચુકવવાના દંડ તરીકે વધારાનું વળતર અને સતામણી માટે રૂ. પાંચ લાખ વધારાના ચુકવવા પડશે. મોદીએ જેનિફરને કુલ લગભગ 25 થી 30 લાખ રૂપિયા ચુકવવા પડશે. જેનિફરે જણાવ્યું કે આ ચુકાદો 15 ફેબ્રુઆરીએ જ આપી દેવાયો હતો પણ તેને આ બાબત મીડિયામાં શેર ન કરવાની તાકીદ કરાઈ હતી.

જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ ભૂતપૂર્વ અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તેને હજી સુધી તેની રકમ મળી નથી. ઉપરાંત શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજને કોઈ સજા ન થઈ હોવાથી પણ જેનિફર હતાશ થઈ હતી. 

પૂર્ણ ન્યાય ન મળ્યો હોવાનો અફસોસ

જેનિફરે ઉમેર્યું કે આ ચુકાદાથી સ્પષ્ટ થયું હતું કે તેનો કેસ ખોટ નહોતો અને તે આવું કરીને કોઈ પબ્લિસિટી મેળવવા નહોતી માગતી. જેનિફરે જણાવ્યું કે મારી સતામણી થઈ હોવાનું કબૂલ થયા હોવા છતાં મને હજી પૂર્ણ ન્યાય ન મળ્યો હોવાનો અફસોસ છે.

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ 2023માં શો છોડી દીધો હતો અને પછી આસિત કુમાર મોદી, શોના પ્રોજેક્ટ હેડ સોહૈલ રામાણી અને એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે કાર્ય સ્થળે જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા.


Google NewsGoogle News