કેન્સર લડી રહેલા જૂનિયર મહમૂદના હાલ જોઈને રડી પડ્યા જિતેન્દ્ર, પૂરી કરી છેલ્લી ઈચ્છા
નવી દિલ્હી,તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
60 અને 80ના દાયકામાં બ્રહ્મચારી, બોમ્બે ટુ ગોવા, નટમન, ઘર ઘર કી કહાની અને ગુરુ ઔર ચેલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જુનિયર મેહમૂદની ગણતરી લોકપ્રિય અભિનેતાઓમાં થાય છે. આજે પણ ઘણા લોકો તેમને પસંદ કરે છે.
થોડા સમય પહેલાં માહિતી મળી હતી કે, એક્ટરને સ્ટેજ 4 કેન્સર છે. જે જાણીને તેમના ચાહકો અને ઇન્ટ્ર્સ્ટીના લોકોને ચોંકાવી દીધા છે. દરમિયાન, તેમણે બોલિવૂડના લોકપ્રિય સુપરસ્ટારને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેનો ઉલ્લેખ તેણે તેના મિત્ર સચિન પિલગાંવકરને કર્યો હતો. ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર તેમના વતી વિનંતી કરવાનું શરૂ કર્યું.
હવે અપડેટ આવ્યું છે કે, જીતેન્દ્ર, જુનિયર મહેમૂદને મળવા આવ્યા હતા, જેની તસવીર વાયરલ થઈ છે.ખાલિદ મોહમ્મદ દ્વારા X પર શેર કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું હતું કે, વર્ષોનો પ્રિય બાળ કલાકાર જુનિયર મહેમૂદ ચોથા સ્ટેજના કેન્સરને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમણે તેમના બાળપણના મિત્ર સચિન પિલગાંવકર સાથે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં તે જીતેન્દ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હાલમાં જ જુનિયર મહેમૂદના મિત્ર સલામ કાઝીએ જણાવ્યુ કે, તે 2 મહિનાથી બીમાર હતા અને શરૂઆતમાં અમે વિચાર્યું હતું કે, તેને કોઈ નાની સમસ્યા હશે પરંતુ તે પછી અચાનક તેમનું વજન ઘટવા લાગ્યું અને જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મળ્યું ક, તેમને લિવર અને ફેફસામાં કેન્સર છે અને આંતરડામાં ગાંઠ છે અને તેમને કમળો પણ થયો છે. ડોક્ટરોએ કહ્યું કે, તે સ્ટેજ 4 કેન્સર છે. હાલ, તેમની સારવાર ચાલી રહી છે.
એક્ટરને સ્ટેજ 4 નું કેન્સર હોવાની વાત સામે આવતા, ચાહકો તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા, ત્યારે અભિનેતા જોની લીવર તેને મળવા આવ્યા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.