મેં ક્યારેય તેમને 'તુમ' નથી કહ્યું, પોડકાસ્ટમાં અમિતાભ વિશે બોલ્યા જયા બચ્ચન
જયા બચ્ચન છેલ્લે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યા હતા
Jaya Bachchan On Red Flags in relationship: નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા' સીઝન 2 ના નવા એપિસોડમાં તેની નાની એટલે કે પીઢ અભિનેત્રી જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન નંદા સાથે સંબંધો અને મોડર્ન ડેટિંગ પર ચર્ચાઓ કરી છે. જેમાં તેમણે સમયની સાથે પ્રેમની પરિભાષા કેવી રીતે બદલાઈ, સંબંધોમાં સ્પેસ આપવાની જરૂરિયાત અને આદરના મહત્વ વિશે પણ વાત કરી હતી. એક સેગમેન્ટ દરમિયાન, નવ્યાએ જયા બચ્ચનને રિલેશનશિપ રેડ ફ્લેગ વિશે પૂછ્યું. જેના પર તેમણેએ જવાબ આપ્યો હતો કે, 'મારા માટે ખરાબ વ્યવહાર એક મોટો રેડ ફ્લેગ હશે'.
સંબધોમાં ખરાબ વ્યવહાર એ રેડ ફ્લેગ છે
આ બાબતમાં આગળ નવ્યાએ પૂછ્યું કે, 'ખરાબ વ્યવહારનો તમારો અર્થ શું છે?' તેના જવાબમાં જયા બચ્ચને કહ્યું કે, એક વસ્તુ જે મને ખરેખર ખૂબ જ ખરાબ લાગે છે કે જ્યારે લોકો વાત કરતી વખતે 'તુ' અથવા 'તુમ' નો ઉપયોગ કરે છે. પછી ભલે સામે કોઇપણ હોય. ત્યારબાદ જયાજી એ નવ્યાને પૂછ્યું કે, 'નવ્યા, શું તમે ક્યારેય મને નાનાને 'તુમ' કહેતા સાંભળ્યા છે? મને લાગે છે કે આ બધી બાબતોમાં સચેત રહીને પ્રયાસ કરવો જોઈએ, જે આજની પેઢી નથી કરતી. 'આપ' થી 'તુમ', 'તુમ' થી 'તું' અને 'તું' પછી પૂરું. તો સંબંધ પણ એવો જ બને છે. ઈજ્જત વગર પ્રેમ નથી ટકતો.' આ બાબત પર નવ્યા નવેલી નંદા અને શ્વેતા બચ્ચન નંદા બંનેએ હામી ભરી કે, સંબંધોમાં સન્માન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
પોડકાસ્ટમાં થયો ખુલાસો
નવ્યાના પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં, જયા બચ્ચને મીમ-જનરેટર અને ઇન્ટરનેટ સેન્સેશન હોવા અને પાપારાઝી સાથેના તેના સમીકરણ વિશે ખુલાસો કર્યો હતો.