શાહરૂખ ખાનની 'જવાન' હવે આ બે મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડે તેવી શક્યતા, વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
શાહરૂખ ખાનની 'જવાન' હવે આ બે મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડે તેવી શક્યતા, વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર 1 - image

Image Source: Twitter

- 8 દિવસમાં જ શાહરૂખ-નયનતારાની ફિલ્મ 'જવાન' એ વર્લ્ડવાઈડ 696 કરોડનું કલેક્શન કરીને ગદર 2 ને પાછળ છોડી દીધી

નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

શાહરૂક ખાનની ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર કહેર વરસાવી રહી છે. એટલીના નિર્દશનમાં બનેલી આ એક્શન ડ્રામા ફિલ્મ દરરોજ એક નવા રેકોર્ડ સાથે ચાહકોને સરપ્રાઈઝ કરી રહી છે. 

શાહરૂખ-નયનતારા સ્ટારર ફિલ્મ 'જવાન' ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કરતા બમણી સ્પીડથી વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર દોડી રહી છે. સની દેઓલની ગદર 2નો વર્લ્ડવાઈડ રેકોર્ડ તો આ ફિલ્મ પહેલા જ તોડી ચૂકી છે અને હવે 'જવાન' આ બે મોટી ફિલ્મોને ધૂળ ચટાડવા માટે તૈયાર છે. 

વિશ્વભરમાં 'જવાન'નો ડંકો

શાહરૂખ ખાન બોલીવુડના એવા સુપરસ્ટાર છે જેમની લોકપ્રિયતા જેટલી ભારતમાં છે એટલી જ વિદેશોમાં પણ છે. 'જવાન'ની રિલીઝ પહેલા જ USA અને દુબઈ જેવા દેશોમાં ફિલ્મની એડવાન્સ બુકિંગે કરોડોનો બિઝનેસ કર્યો હતો.

8 દિવસમાં જ શાહરૂખ-નયનતારાની ફિલ્મ 'જવાન' એ વર્લ્ડવાઈડ 696 કરોડનું કલેક્શન કરીને ગદર 2 ને પાછળ છોડી દીધી હતી. સૈનલિક. કોમની રિપોર્ટ પ્રમાણે રવિવારે શાહરૂખની ફિલ્મે વર્લ્ડવાઈડ ટોટલ 800 કરોડથી વધુની કમાણી કરી હતી.

'જવાન'નું વર્લ્ડવાઈડ 11 દિવસનું ટોટલ કલેક્શન

'જવાન'નું વર્લ્ડવાઈડ ટોટલ કલેક્શન- 800.1 કરોડ    

ઓવરસીઝ કલેક્શન- 270 કરોડ

રવિવાર સિંગલ ડે કલેક્શન- 38-19 કરોડ

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ રવિવારે સિંગલ ડે પર  38થી 39ની વચ્ચે વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. શાહરૂખની 'જવાન'ે વર્લ્ડવાઈડ કલેક્શન મામલે ગદર 2 ને પાછળ છોડી દીધી છે. હવે તેના ટાર્ગેટ પર પોતાની જ ફિલ્મ પઠાણ છે. પઠાણ એ વર્લ્ડવાઈડ લાઈફટાઈમ 1000 કરોડનો બિઝનેસ કર્યો હતો. પઠાણ ની સાથે-સાથે તે આ વીકેન્ડ સુધીમાં તે સંજય દત્ત અને રોકિંગ સ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF 2નો પણ રેકોર્ડ તોડી શકે છે. જેનું લાઈફટાઈમ કલેક્શન લગભગ 1,148 કરોડનું છે.


Google NewsGoogle News