'કુછ-કુછ હોતા હે'નો 25 વર્ષ જૂનો રેકૉર્ડ તોડવા જઈ રહી છે 'જવાન', જાણો શાહરૂખની ફિલ્મોના ફુટ ફોલ નંબર
Image Source: Twitter
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2023 બુધવાર
શાહરૂખ ખાને જવાન ફિલ્મ દ્વારા ઘણા બધા રેકોર્ડ તોડી દીધા છે. આ વર્ષે આવેલી તેમની બંને ફિલ્મો પઠાણ અને જવાને ખૂબ જ કમાણી કરી છે. કમાણીના મામલે તો જવાન, પઠાણ કરતા આગળ નીકળી ચૂકી છે. આ સિવાય ફુટફોલ્સના મામલે પણ શાહરૂખ પોતાની જ ફિલ્મ કુછ કુછ હોતા હૈ નો રેકોર્ડ તોડવાના છે. જવાન ટૂંક સમયમાં જ શાહરૂખ ખાનની બીજી સૌથી વધુ જોવાઈ રહેલી ફિલ્મ બની જશે.
શાહરૂખની ફિલ્મોના ફુટ ફોલ નંબર
ફિલ્મ | ફુટ ફોલ નંબર |
દિલવાલે દુલ્હનિયા લે જાએંગે | 4.8 કરોડ |
કુછ-કુછ હોતા હે | 3.57 કરોડ |
જવાન | 3.51 કરોડ |
પઠાણ | 3.49 કરોડ |
કભી ખુશી કભી ગમ | 3.12 કરોડ |
કરણ અર્જુન | 3 કરોડ |
દિલ તો પાગલ હે | 2.95 કરોડ |
મોહબ્બતેં | 2.67 કરોડ |
ચેન્નઈ એક્સપ્રેસ | 2.52 કરોડ |
થોડા દિવસ બાદ જવાન, કુછ કુછ હોતા હે ના ફુટ ફોલનો રેકોર્ડ તોડી દેશે. જવાનના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ ફિલ્મે સેકન્ડ હાઈએસ્ટ નોન-હોલીડે મન્ડે કલેક્શન કર્યુ હતુ. પહેલા સોમવારે 29.50 કરોડ રૂપિયા કમાયા હતા. હાઈએસ્ટ નોન-હોલીડે મન્ડે કલેક્શનમાં પહેલા નંબર પર છે ગદર 2. જેણે 38.36 કરોડ રૂપિયા કમાયા હતા.
શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકી પણ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મ સાલાર સાથે ટકરાશે પરંતુ અંદાજો લગાવાઈ રહ્યો છે કે ડંકી પણ 1000 કરોડ રૂપિયા કમાશે. તેના બે મોટા કારણ છે. એક તો એ કે અત્યારે શાહરૂખ ખાનનો ખૂબ બઝ છે. બીજુ એ કે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાની છે.
જો ડંકી 1000 કરોડ રૂપિયા કમાઈ લેશે તો શાહરૂખના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ જશે. શાહરૂખ ઈન્ડિયાના પહેલા એવા એક્ટર થઈ જશે, જે એક વર્ષમાં 3000 કરોડ રૂપિયાનું કલેક્શન આપશે. હવે એ તો ડિસેમ્બરમાં જ ખબર પડશે કે જનતા ડંકીને કેવો રિસ્પોન્સ આપે છે.