જવાને બનાવ્યો રેકોર્ડ, વર્લ્ડવાઈડ પાર કર્યો 1000 કરોડનો આંકડો, જાણો ભારતમાં કેટલું થયું કુલ કલેક્શન

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
જવાને બનાવ્યો રેકોર્ડ, વર્લ્ડવાઈડ પાર કર્યો 1000 કરોડનો આંકડો, જાણો ભારતમાં કેટલું થયું કુલ કલેક્શન 1 - image


                                                              Image Source: Twitter

મુંબઈ, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જોય કરી રહ્યા છે અને ગણેશ ઉત્સવના અવસરે બાપ્પાના આશીર્વાદ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેઓ લાલ બાગ ચા રાજા અને સીએમ એકનાથ શિંદેના ઘરે બાપ્પાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. દરમિયાન એક્ટરની ફિલ્મ જવાનની કમાણીનો સિલસિલો 18 માં દિવસે પણ રોકાઈ રહ્યો નથી. ત્રીજા રવિવારે પણ મૂવીએ શાનદાર બિઝનેસ કર્યો છે. આ સાથે જ તેણે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવી દીધો છે અને શરૂઆતી આંકડા અનુસાર ફિલ્મે વર્લ્ડવાઈડ 1000 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝને 18 દિવસ થઈ ચૂક્યા છે. તેણે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. જન્માષ્ટમીના અવસરે રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મે પહેલા દિવસે 75 કરોડનો બિઝનેસ કર્યો હતો અને પહેલા અઠવાડિયામાં જ તેણે 389.88 કરોડની કમાણી કરી હતી. બીજા અઠવાડિયે કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તેણે બીજા અઠવાડિયે 136.1 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ હવે ત્રીજા રવિવારે એટલે કે 18 મા દિવસનો આંકડો પણ સામે આવી ગયો છે. રિપોર્ટસ અનુસાર ફિલ્મે રવિવારે 15.89 કરોડની કમાણી કરી હતી. 

18 મા દિવસે ફિલ્મે 1.96 કરોડથી વધુની ટિકિટ વેચી છે. આ સાથે જ તેણે 500 કરોડના ક્લબનો આંકડો પણ પાર કરી લીધો છે. ફિલ્મે ભારતમાં નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ ભારતમાં સૌથી ઝડપી 500 કરોડ ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ પણ બની ગઈ છે. હવે ભારતમાં 500 કરોડનો આંકડો પાર કર્યા બાદ ફિલ્મની દોડ 600 કરોડ માટે છે. 

મલ્ટીસ્ટારર ફિલ્મ છે જવાન

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં હિંદી અને સાઉથ સ્ટાર્સની જોડીએ ધમાલ મચાવી દીધી છે. ફિલ્મમાં શાહરૂખ ખાને ડબલ રોલ પ્લે કર્યો છે. તેમણે પિતા અને પુત્ર બંનેને રોલ પ્લે કર્યો છે. સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાએ જવાન ફિલ્મથી હિંદીમાં ડેબ્યૂ કર્યુ છે. તેમણે આમાં લેડી લવનું પાત્ર નિભાવ્યુ છે સાથે જ તે એક્શન મોડમાં પણ નજર આવે છે. આ સાથે જ દીપિકા પાદુકોણે ફિલ્મમાં કેમિયો કર્યો છે અને તેણે આ માટે કોઈ ફી લીધી નથી. આ સિવાય મૂવીમાં સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગરા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર, એજાજ ખાન અને અન્ય કલાકાર મહત્વની ભૂમિકામાં છે. સાઉથના ફેમસ એક્ટર વિજય સેતુપતિએ પોતાના વિલનના રોલથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. ફિલ્મના ડાયરેક્ટર એટલી કુમાર છે. 


Google NewsGoogle News