Get The App

જાણીતા કોરિયોગ્રાફરને મોટો ઝટકો, જાતીય સતામણીના કેસમાં ફસાતા નેશનલ એવોર્ડ છીનવાયો

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
National  Film Award


Jani Master National Film Award Suspended: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’નુ સુપર હિટ ગીત ‘આઈ નહીં’ના કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફ જાની માસ્ટરની મુશ્કેલીઓ અટકવાનું નામ લેતાં નથી. જાની માસ્ટર 19 સપ્ટેમ્બરથી દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ છે. જેની વચ્ચે હવે તેને એક મોટો ઝટકો લાગ્યો છે.

જાની માસ્ટરને ‘મેઘમ કરુક્કથા’ ગીત માટે બેસ્ટ કોરિયોગ્રાફી કેટેગરીમાં મળનારો નેશનલ એવોર્ડ પરત લઈ લેવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના નેશનલ ફિલ્મ એવોર્ડ સેલએ નિવેદન જારી કરી જાહેરાત કરી છે કે, જાની માસ્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ રદ કરવામાં આવ્યો છે. તેમજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત થનારા 70મી નેશનલ ફિલ્મ એવોર્ડમાં સામેલ થનારા જાની માસ્ટરને નેશનલ એવોર્ડ મળશે નહીં અને તેનું આમંત્રણ પર રદ કરવામાં આવ્યું છે. હવે તે આ સેરેમનીમાં સામેલ થઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ એ લેખક નહીં, સેલ્સમેન છે..' સલીમ ખાન-જાવેદ અખ્તર પર કન્ટેન્ટ ચોરીના આરોપ લાગ્યાં

સસ્પેન્શન લેટરમાં જણાવાયું છે કે, કોરિયોગ્રાફર પર મૂકવામાં આવેલા આરોપથી તેનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું. તેમજ આરોપની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં 2022 માટે જાની માસ્ટરને ફિલ્મ 'Thiruchitrambalam' માટે બેસ્ટ કોરિયોગ્રાફી માટે મળનારો નેશનલ ફિલ્મ એવોર્ડ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવ્યો છે. 

જાણીતા કોરિયોગ્રાફરને મોટો ઝટકો, જાતીય સતામણીના કેસમાં ફસાતા નેશનલ એવોર્ડ છીનવાયો 2 - image

શું છે સમગ્ર મામલો?

તેલુગૂ કોરિયોગ્રાફર જાની માસ્ટર ઉર્ફ શેખ જાની બાશા પર 21 વર્ષીય યુવતીએ શારિરિક ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો. પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT)એ 19 સપ્ટેમ્બરના ગોવામાં તેમની ધરપકડ કરી હતી. 4 ઓક્ટોબરે જાની માસ્ટરને 6થી 10 ઓક્ટોબર સુધી કોર્ટે શરતી વચગાળાના જામીન આપ્યા હતા. કોરિયોગ્રાફરે 10 ઓક્ટોબરે સવારે 10.30 વાગ્યા સુધી કોર્ટમાં રજૂ થવાનું રહેશે. કોરિયોગ્રાફરે વચગાળાના જામીન 8 ઓક્ટોબરે યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીમાં સામેલ થવા માટે આપી હતી. જેમાં તેને 'Thiruchitrambalam'ફિલ્મનું ગીત ‘મેઘમ કરુક્કથા’ માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ એવોર્ડ મળવાનો હતો.

જાની માસ્ટરની કારકિર્દી

જાની માસ્ટરે સાઉથની ફિલ્મો ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’નું સુપરહિટ ગીત ‘આઈ નહીં’ પણ જાની માસ્ટરે કોરિયોગ્રાફ કર્યું હતું. જેમાં ચાહકોને અત્યંત પ્રેમ મળ્યો હતો. જાની માસ્ટર સુપરસ્ટાર થલપતિ વિજય, અલ્લૂ અર્જૂન, પ્રભાસ, સલમાન ખાન જેવા મોટા એક્ટર્સનો કોરિયોગ્રાફર રહી ચૂક્યો છે. તેણે ‘શ્રીવલ્લી’, ‘સીટી માર’ જેવા ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા.

જાણીતા કોરિયોગ્રાફરને મોટો ઝટકો, જાતીય સતામણીના કેસમાં ફસાતા નેશનલ એવોર્ડ છીનવાયો 3 - image


Google NewsGoogle News