જાહ્નવીની દેવરા ફલોપ થવાના આરે, ખર્ચો પણ ન નીકળ્યો
- બોલીવૂડ બાદ સાઉથમાં પણ જાહ્નવી ફલોપ
મુંબઇ : જાહ્નવી કપૂર બોલીવૂડ બાદ સાઉથમાં પણ ફલોપ ગઈ છે. તેની જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ 'દેવરા' તેનો ખર્ચો પણ કાઢી શકી નથી. આ ફિલ્મ આશરે ૩૦૦ કરોડના ખર્ચે બની છે. ૧૨ દિવસ પછી તેની કુલ કમાણી માંડ ૨૫૦ કરોડ પર પહોંચી છે. હવે સાઉથમાં દશેરા વીક એન્ડ પર કેટલીક મોટી ફિલ્મો રજૂ થઈ રહી હોવાથી આગામી દિવસોમાં તેનું ખાસ કલેક્શન થવાની સંભાવના નથી. ફિલ્મને હિંદી વર્ઝનમાં પહેલેથી જ નિષ્ફળતા સાંપડી ચૂકી છે. અત્યાર સુધી તેનું ૯૦ ટકા કલેક્શન માત્ર તેલુગુ વર્ઝનમાં જ થયું છે.
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને કરણ જોહરના કેમ્પમાં સામેલ હોવાથી તેેને ફિલ્મો મળતી રહી છે. પરંતુ, હજુ સુધી તેની કોઈ ફિલ્મ ટિકિટબારી પર બહુ મોટો ચમત્કાર કરી શકી નથી.