જાહ્નવી હવે સાઉથની વેબ સીરિઝમાં પણ કામ કરશે
- સાઉથની ફિલ્મોમાં ખાસ ચાલી નહી
- જાહ્નવી પાસે હાલ બે હિંદી ફિલ્મો સિવાય કોઈ મોટો પ્રોજેક્ટ હાથ પર નહિ
મુંબઇ : જાહ્નવી કપૂર હિંદી ફિલ્મોમાં ખાસ સફળતા નહિ મળ્યા બાદ સાઉથની ફિલ્મો તરફ વળી ગઈ છે. જોકે, સાઉથની ફિલ્મોમાં પણ તેનો ખાસ ગજ વાગ્યો નથી અને હવે તેણે સાઉથની એક વેબ સીરિઝ સ્વીકારી છે.
જાહ્નવી સાઉથના દિગ્દર્શક પા રંજીતની વેબ સીરીઝમાં કામ કરવાની છે જેનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવશે. આ એક સોશિયલ ડ્રામા પર આધારિત વેબ સીરીઝ હશે. જાહ્નવી આ સીરીઝથી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે.
પા રંજીત આ વેબ સીરીઝમાં મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ અને તેમની સ્થિતિને પડદા પર દર્શાવાના છે.
જાહ્નવી પાસે હાલ હિંદીમાં 'પરમ સુંદરી' તથા 'સની સંસ્કારી કી તુલસી કુમારી' એમ બે જ ફિલ્મો હાથ પર છે.
જાહ્નવી કપૂર ફિલ્મ 'દેવરા'થી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. દેવરા પછી જાહ્નવીએ રામ ચરણની 'પેડ્ડી' પણ સાઇન કરી છે.