આગામી એક્શન થ્રીલરમાં સિદ્ધાર્થ સાથે જાહ્વવીની જોડી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
આગામી એક્શન થ્રીલરમાં સિદ્ધાર્થ સાથે જાહ્વવીની જોડી 1 - image


- સ્ક્રિપ્ટ રીડિંગ સેશન પણ થઈ ગયું

- સિદ્ધાર્થ અને જાહ્વવી પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાશેઃ આવતાં વર્ષે શૂટિંગ શરુ થઈ શકે

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર એક એક્શન થ્રીલર ફિલ્મમાં સાથે દેખાય તેવી સંભાવના છે. 

નિર્માતા દિનેશ વિજને સિદ્ધાર્થને સાઈન કર્યા બાદ જાહ્વવીને આ ફિલ્મ ઓફર કરી  હતી. જોકે,જાહ્નવીએ હજુ ઔપચારિક રીતે ફિલ્મ સાઈન કરી લીધી છે કે કેમ તે વિશે સ્પષ્ટતા નથી. 

જોકે, બંનેનું અલગ અલગ સ્ક્રિપ્ટ રિડિંગ સેશન થઈ ચૂક્યું છે અને જાહ્વવીને પોતાની ભૂમિકા પસંદ આવી હોવાનું પણ કહેવાય છે. 

ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ થઈ ગયું છે અને તે મોટાભાગ ેઆવતાં વર્ષે ફલોર પર જઈ શકે છે. 

સિદ્ધાર્થ બોલીવૂડના હાલના ટ્રેન્ડ અનુસાર રોમાન્ટિક હિરોને બદલે એક્શન હિરો તરીકે સેટ થવા માટે પ્રયાસ કરી  રહ્યો છે. સિદ્ધાર્થ અને કિયારા અડવાણી ઓનસ્ક્રીન પણ કોઈ ફિલ્મમાં સાથે દેખાવાનાં છે તેવી અટકળો લાંબા સમયથી ચાલે છે જોકે હજુ તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

સિદ્ધાર્થ અને જાહ્વવી બંનેની પાછલી ફિલ્મોનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ સંજોગોમાં બંનેને એક એવરેટ હિટ ફિલ્મની તાતી જરુર છે. 


Google NewsGoogle News