જાહ્નવી કપૂર હવે અલ્લુ અર્જુનની હિરોઈન બનશે
- હિંદી સહિતની ભાષાઓમાં ફિલ્મ બનશે
- જાહ્નવીએ દેવરા પછી સાઉથના નિર્માતાઓનો વધુ એક પ્રોજેક્ટ સ્વીકાર્યો
મુંબઇ : જાહ્નવી કપૂર હવે નવી ફિલ્મમાં અલ્લુ અર્જુનની હિરોઈન બનશે. તેણે સાઉથના એક પ્રોડક્શન હાઉસની ફિલમ સ્વીકારી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસ કરશે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આ ફિલ્મ વિશે વધુ કોઇ માહિતી પણ આપવામાં આવી નથી.
બોલીવૂડમાં નિષ્ફળ ગયેલી જાહ્નવી હવે ટોલીવૂડમાં એક પછી એક ફિલ્મ સાઇન કરી રહી છે.થોડા સમય પહેલાં તેણે સાઉથની 'દેવરા' ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ પણ ફલોપ રહી હતી.