Get The App

સૂર્યા અને જાહ્વવીની ફિલ્મ કર્ણ અભેરાઇએ ચડી ગઇ

Updated: Jun 28th, 2024


Google News
Google News
સૂર્યા અને જાહ્વવીની ફિલ્મ કર્ણ અભેરાઇએ ચડી ગઇ 1 - image


- રાકેશ ઓમપ્રકાશ મહેરા નો ડ્રીમ પ્રોજેક્ટ હતો

- 350 કરોડ રૂપિયાનું બજેટ ભારે પડયું, અત્યાર સુધી 15 કરોડ ખર્ચાઈ ગયા હતા

મુંબઇ : રાકેશ ઓમપ્રકાર મહેરાની ૩૫૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મ 'કર્ણ' અભેરાઇે ચડી ગઇ હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર સૂર્યા  કર્ણની ભૂમિકા ભજવવાનો હતો જ્યારે જાહ્વવી કપૂર દ્રોપદીના રોલમાં જોવા મળવાની હતી. 

ચર્ચા અનુસાર  ફિલ્મનું ૩૫૦ કરોડનું બજેટ ભારે પડયું હોવાનું કહેવાય છે. બોલીવૂડમાં અત્યારે જંગી બજેટ ધરાવતી કેટલીય ફિલ્મો ફલોપ થઈ ચૂકી છે ત્યારે આ પ્રોજેક્ટ પાછળ ૩૫૦ કરોડ ખર્ચવાનું વ્યવહારુ જણાયું  ન હતું. ફિલ્મના પ્રિ પ્રોડક્શન તથા લૂક ટેસ્ટ વગેરે માટે અત્યાર સુધીમાં ૧૫ કરોડ ખર્ચાઈ ચૂક્યા હતા. 

 ફિલ્મના  અન્ય કલાકારોમાં  અલી ફઝલ, વિજય વર્મા અને અવિનાશ તિવારી સામેલ હતા. આ એક પેન ઇન્ડિયા ફિલ્મ બનવાની હતી. હિંદી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ તે રીલિઝ થવાની હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. 

Tags :
janhvi-kapoorsuriya

Google News
Google News