'હું હજુ પણ તમને દરેક સ્થળે શોધુ છુ...' માતા શ્રીદેવીની યાદમાં જ્હાનવી કપૂરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી 2023 મંગળવાર
વર્ષ 2018માં આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ચૂકેલી એક્ટ્રેસ શ્રીદેવીની 24 ફેબ્રુઆરીએ પુણ્યતિથિ છે. આ જ કારણે શ્રીદેવીના પતિ અને નિર્માતા બોની કપૂર અને તેમની પુત્રી અને એક્ટ્રેસ જ્હાનવી કપૂર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 5મી પુણ્યતિથિ પહેલા તેમને યાદ કરીને ભાવુક થઈ ગયા છે.
જ્હાનવી કપૂર પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. જ્હાનવી કપૂર ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફોટો, વીડિયો અને પોતાની લાઈફ સાથે જોડાયેલી દરેક વાત અને ફિલિંગને પણ શેર કરતી રહે છે.
જ્હાનવી કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જ્હાનવી કપૂરે પોતાની દિવંગત માતા શ્રીદેવી માટે પોસ્ટ કરી છે.
જ્હાનવી કપૂરની પોસ્ટ- એક્ટ્રેસે પોસ્ટ શેર કરતા લખ્યુ, હું હજુ પણ તમને દરેક સ્થળે શોધુ છુ મા, તેમ છતાં પણ હું તે બધુ જ કરુ છુ જેનાથી મને આશા છે કે હુ તમને પ્રાઉડ ફીલ કરાવી રહી છુ. જ્હાનવીએ પોતાની માતા શ્રીદેવીની સાથે એક જૂની તસવીર શેર કરતા લખ્યુ, હું જ્યાં પણ જઉ છુ, અને જે કંઈ પણ કરુ છુ- એ તમારાથી શરૂ અને તમારી સાથે જ પૂર્ણ થાય છે.