જ્હાન્વી કપૂર દક્ષિણ ભારતની ફિલ્મમાં ડેબ્યુ માટે તૈયાર
- સાઉથના સુપરસ્ટાર જૂનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરશે
મુંબઇ : જાન્હવી કપૂરે હાલમાં જ વરુણ ધવન સાથેની ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યાનું જણાવ્યુ હતું. આ પછી તેણે પોતાની અન્ય એક ફિલ્મની વાત કરી છે. પરંતુ તેની આ ફિલ્મ સાઉથની હશે.
જાન્હવી ટોલીવૂડ સિનેમામાં ડેબ્યુ કરવાની છે.
તે જૂનિયર એનટી આર સાથે સ્ક્રીન કરવાની છે.
થોડા દિવસો પહેલા જ તેણે કહ્યું હતું કે, હું વાસ્તવમાં દક્ષિણ ભારતીય સિનેમા સાથે કામ કરવા ઉત્સાહિત છું.
તેણે વધુમાં કહ્યું હતું કે, એનટી આર સર સાથે કામ કરવું એ મારા માટે ઉમદા તક છે.
જાન્હવીએ વધુમાં જણાવ્યું હતુ ંકે, એનટીઆર સર સાથે કામ કરવું એ મારા માટે મહત્વનું છે. મને મણિ સરની ફિલ્મોમાં કામ કરવું છે, જેમાં ઐશ્વર્યા રાય બહુ જ સાધારણ કપડામાં, પહાડ અને ઝરણાઓની આસપાસ રહેમાનના ગીત ગાતી જોવા મળે છે.