જાહ્વની કપૂરની દેવરા ફિલ્મ એક મહિના વહેલી આવશે

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જાહ્વની કપૂરની દેવરા ફિલ્મ એક મહિના વહેલી આવશે 1 - image


- ફિલ્મમાં જુનિયર એનટીઆર તેનો હિરો છે

- ફિલ્મ બે ભાગમાં બનાવાઈ છે તેમાંથી પહેલો ભાગ આગામી સપ્ટેમ્બરમાં રીલિઝ કરી દેવાશે

મુંબઇ : જાહ્વવી કપૂરની ફિલ્મ 'દેવરા'નો પહેલો ભાગ આગામી સપ્ટેમ્બરમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં તેનો હિરો 'આરઆરઆર'થી જાણીતો જુનિયર એનટીઆર છે. ઉપરાંત આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં છે. 

આ ફિલ્મ બે ભાગમાં બનાવાઈ છે. તેમાંથી પહેલો ભાગ અગાઉ ઓક્ટોબરમાં રીલિઝ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ, હવે નિર્માતાઓએ સપ્ટેમ્બરમાં જ રીલિઝની ઘોષણા કરી દીધી છે. 

જાહ્વવી પહેલીવાર  તેલુગુના ં કોઈ મોટાં બેનરમાં કામ કરી રહી છે. તેના માટે આ ફિલ્મ બહુ મહત્વની છે. 

સામાન્ય રીતે સાઉથના હિરો હિંદી ફિલ્મોમાં કામ કરતા હોય છે પરંતુ હિંદી ફિલ્મોની બહુ ઓછી હિરોઈનો બોલીવૂડની સમાંતર સાઉથમાં કેરિયર વિકસાવવાનું પસંદ કરે છે.  જાહ્વવીની હિંદી ફિલ્મ 'મિ. એન્ડ મિસિસ માહી' તાજેતરમાં રજૂ થઈ છે પરંતુ બોક્સ ઓફિસ પર તેનો દેખાવ એવરેજ રહ્યો છે. 

બીજી તરફ જુનિયર એનટીઆર માટે પણ 'આરઆરઆર' પછી તેની આ પહેલી મોટી ફિલ્મ છે. 


Google NewsGoogle News