જ્હાનવી કપૂર અને વરુણ ધવન સ્ટારર ફિલ્મનું ટાઈટલ અને રિલીઝ ડેટ જાહેર

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જ્હાનવી કપૂર અને વરુણ ધવન સ્ટારર ફિલ્મનું ટાઈટલ અને રિલીઝ ડેટ જાહેર 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 22 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

બોલીવુડના ફેમસ ડાયરેક્ટર કરણ જોહરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં જ કરણ જોહરે પોતાની આગામી ફિલ્મની જાહેરાત સાથે જ તેના ટાઈટલ પરથી પણ પડદો ઉઠાવી દીધો છે. કરણ જોહરની સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર અને કલંક જેવી ફિલ્મો બાદ એકવાર ફરીથી વરુણ ધવન ધર્મા પ્રોડક્શનમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં કઈ એક્ટ્રેસ નજર આવવાની છે અને સાથે જ ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો પણ મેકર્સે કરી દીધો છે.

કરણ જોહરની આગામી ફિલ્મનું આ છે ટાઈટલ

કરણ જોહરની આગામી ફિલ્મનું ટાઈટલ ખૂબ જ યુનિક છે. તેમણે તાજેતરમાં જ ધર્મા પ્રોડક્શનના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તેમના હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયા બાદ હવે કરણ જોહર સની સંસ્કારીની કહાનીને ફિલ્મી પડદે ઉતારવાના છે. કરણ જોહરની આગામી ફિલ્મનું ટાઈટલ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' (Sunny Sanskari Ki Tulsi Kumari ) છે.

આ ફિલ્મમાં વરુણ ધવન સની સંસ્કારીના પાત્રમાં નજર આવશે. ફિલ્મનું ટાઈટલ શેર કરવાની સાથે જ મેકર્સે કેપ્શનમાં લખ્યુ, પોતાની કુમારીને લેવા માટે સંસ્કારી આવી રહ્યો છે. આ લવ સ્ટોરી તમારુ મનોરંજન કરવા માટે ટૂંક સમયમાં સ્ક્રીન પર આવી રહી છે.

વરુણ ધવન સાથે સ્ક્રીન પર આ એક્ટ્રેસ રોમાન્સ કરશે

કરણ જોહરના પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે જ્હાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં નજર આવવાની છે. જે ફિલ્મમાં તુલસી કુમારીનું પાત્ર નિભાવશે. આ પહેલા વરુણ ધવન અને જ્હાનવી કપૂરની જોડી નિતેશ તિવારીની ફિલ્મ બવાલમાં નજર આવી ચૂકી છે.

ઓટીટી પર રિલીઝ આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. બંનેની કેમેસ્ટ્રીને પણ ચાહકોએ ખૂબ વખાણી હતી. સની સંસ્કારીની તુલસી કુમારીના ફિલ્મના ડાયરેક્શનની કમાન શશાંક ખેતાન સંભાળી રહ્યા છે. જે પહેલા ફિલ્મ ધડકનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. કરણ જોહરે ટાઈટલની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠાવી દીધો છે જે 18 એપ્રિલ 2025 છે.


Google NewsGoogle News