જાહ્વવીએ શિખર, અદિતીએ સિદ્ધાર્થ સાથે ડેટિંગ કન્ફર્મ કર્યું

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
જાહ્વવીએ શિખર, અદિતીએ સિદ્ધાર્થ સાથે ડેટિંગ કન્ફર્મ કર્યું 1 - image


- જાહ્વવી શિખરને પ્રેમથી શિખુ  કહે છે

- અદિતી રાવ હૈદરીએ એક્ટર સિદ્ધાર્થ સાથે રોમાન્ટિક ફોટો શેર કર્યો

મુંબઇ : બોલીવૂડની બે હિરોઈનોના પ્રેમ સંબંધો આમ તો જગજાહેર છે પરંતુ હવેબંનેએ તેની કબૂલાત પણ કરી લીધી છે. જાહ્વવી કપૂરે શિખર પહાડિયા સાથેના રિલેશનશિપની પુષ્ટિ કરી છે. બીજી તરફ અદિતી રાવ હૈદરીએ તો સિદ્ધાર્થ સાથે પોતાનો રોમાન્ટિક ફોટો શેર કરીને છડેચોક પોતાના પ્રેમ સંબંધની જાહેરાત કરી છે. 

જાહ્નવી અને શિખર પહાડિયા લાંબા સમયથી સાથે સાથે દેખાય છે. તેઓ સાથે ફોરેન ટ્રીપણ કરે છે. જાહ્નવીના સમગ્ર પરિવાર સાથે શિખર પણ અનેક પ્રસંગે હાજર હોય તેવું જોવા મળ્યું છે. 

તાજેતરમાં એક ટીવી ચેટ શોમાં જાહ્નવીને પૂછવામાં આવ્યું હતું કે તેના સ્પીડ ડાયલ લિસ્ટમાં કોણ કોણ છે. ત્યારે તેણે પિતા બોની કપૂર, બહેન ખુશી અને પછી ત્રીજા ક્રમે શિખુનું નામ આપ્યું હતું. તે પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે જાહ્નવી શિખરને પ્રેમથી શિખુ કહીને બોલાવે છે. 

બીજી તરફ અદિતી રાવ હૈદરી અને સાઉથનો એક્ટર સિદ્ધાર્થ પણ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. હવે તેણે એક રોમાન્ટિક પોસ્ટ દ્વારા આ સંબંધો સ્વીકાર્યા છે. અદિતીએ શિખર સાથેની પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતે ખુશી અને ધન્યતા અનુભવે છે. 

અદિતીનાં લગ્ન અગાઉ સત્યદીપ સાથે થયાં હતાં. બંનેના છૂટાછેડા બાદ સત્યદીપે  મસાબા સાથે લગ્ન કર્યાં છે. બીજી તરફ 'રંગ દે બસંતી' સહિતની ફિલ્મોમાં જોવા મળેલો હિરો સિદ્ધાર્થ સોહા અલી ખાનનો એક્સ બોયફ્રેન્ડ છે.


Google NewsGoogle News